SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૧૨ મું [ ૧૮૯ મોં સુધીનું છે, પણ ઠંડીનું નથી. અમારું અંતઃકરણ એમાં જોડાએલું નથી, માટે ધર્મની કિંમત કેવી રીતે સાબીત કરવી એ અધિકાર અગ્રે વર્તમાન. પ્રવચન ૧૧૨ મું. ભાદરવા વદી ૧૨ મંગળવાર ધમને ઘેડા સર માન્યો. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે-આ જીવે અનતી વખત ધર્મકરણ કરી, દેશવિરતિ અને સર્વવિરતિ કરી, પણ તે સર્વ હીરાની જમીનમાં બંધાએલી ગાયની માફક નકામી સમજવી. હીરા, મોતી, સેનિયા કે રૂપીઆ જડેલી જમીનમાં ગાયને બાંધેલી છે, તેને માટી પર બાંધી હોય તેમાં ને આમાં ફરક કર્યો? તેને કેઈ જાતને ફરક નથી. દુનીયાદારીમાં વેપાર રોજગાર માટે ખાવું-પીવું તે આ ભવના સુખ માટે કર્યું, ધર્મ કર્યો તે માત્ર પરભવના સુખ માટે. ચાહે આહાર શરીર ઇંદ્રિયે તેના વિષય કે સાધન માટે ધર્મ કર્યો હોય આ પાંચ માટે કરેલો ધર્મ ક્યા રૂપે કર્યો? આ લોકની સ્થિતિ પ્રમાણે જ કર્યો. કાલાંતરે ફળ ઇચ્છયું ઘણ ઈચ્છયું શું? એનું એ જ. લેણદાર લાંબી મુદતે હજાર રૂપીઆ હેયને વસૂલ ન થાય તે મહિનાનું કાંધુ કરીને ચે. લાખ હોય તે બે-ચાર મહિનાનું કાંધુ કરીને ત્યે. તેથી દેવાદાર કંઈ ચિકખો થેયે નહિ. તેને તે મુદતે મુદતે પણ બધા ભયે જ છૂટવાનું. તેવી રીતે ઘાંચી, મોચીનાં રોજનાં કાંધા, તે રોજ ને રોજ દેવાનાં. શાહકારી મુદતના કાંધા તે જેમ તત્કાળનાં સુખોને ઘાંચી, મેચીનાં કાંધા તે પણ તેવા જ. પરલોકના દેવાદિકના સુખ ઈચ્છે તે શાહુકારના કાંધા, પણ દેવામાંથી છૂટ્યો નહિં. તેમ આ જીવ આત્માના ઘરમાં આવ્યું નહિં, દેવતાદિક થયો પણ આત્માના ઘરમાં તો પેઠે જ નહિં. ધર્મની કિંમત મગજમાં આણું નહિં. દુનીયાદારીનું કિંમતીપણું આપ્યું. ધમને પણ ઘોડો બનાવ્યું. એક જગો પરથી બીજે જગો પર જવા માટે જેમ ઘેડ જોઈએ, તેમ એક સુખથી બીજા
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy