SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૧૦ મું. [ ૧૭a કેટલો પકડ્યો? નાસ્તિકો તે આગળના ભવને ધકેલે છે, આ ભવને આંખ આગળ રાખે છે. આપણે આજને દહાડે માત્ર આંખ આગળ ખોરાક અને શરીરને અંગે રાખીએ છીએ. સજામાં સરકાર થાકે પણ કમસરકાર થાકતી નથી. આજે ઉપવાસ કરીશ તે કાલે લાડવા આપીશ. કાલના લાડવા કરતાં આજે લુક જેટલો આપ. આગલના દહાડાને માટે પણ દરિકતા. પેલાને તે પરભવ માટે છે. આ ભવ તે એણે લક્ષ્યમાં રાખે, ખસેડ્યો પરભવ. આપણે આ દહાડે જ માત્ર ખ્યાલમાં રાખ્યો. આ ઉપરથી નાસ્તિક કરતાં તપસ્યાના આળસુઓને નીચી કેટીએ નથી ઉતારતા તે બીજું શું છે? પણ આત્માથી વિચારો કે હું કઈ સ્થિતિમાં છું? આપણે આવતા દિવસને ધ્યાન રાખવા તૈયાર થતા નથી. સવારથી ઉપવાસ લાગે હોય તે આખો દિવસ તરફડીયા મારે છે. આહારની આસક્તિ એવી વધી છે કે બીજા બધામાં સધીયારો છે, પણ આહારની બાબતમાં સધીયાર રહેતો નથી. દુનીયાદારીમાં જ બધાને સારી લાગે છે, સારું પહેરવું બધાને ગમે છે, બધા કેમ નથી તેમ કરતા. કહી શકશો કે માલ જોઈએ ને? સો વરસથી વધારે જીવવું નથી પછી દુનીયામાં અકકલના અધુરા ને ગાંઠના પુરા ૧૦૦ મળી નહિં રહે? પારકું દેવું કરીને મેજમજા કરવી સારી લાગે છે. છતાં દેવું કેમ નથી કરતાં. આગળ ગળું ફસાઈ જાય, ભવિષ્યમાં ગળું ફસાયાના ડરે ગમતી મેજમજા, દેવું કરી કરતા નથી, તે પછી ભવિષ્યની નરક તિર્યંચગતિ, નિગોદના ભવ વહોરીને શી રીતે તે આ પ્રવૃત્તિ થાય છે? જેમ પણે બેઈમાન એમ વિચારે કે–બમણું કે ચગુણ લખી આપું તો શું, દેવા છે કે ને? દેવા ન હોય તેને કંઈ વિચાર હતો નથી. તેવી રીતે આપણે એમ સમજ્યા છીએ કે ભગવવું છે કોને? આવું સમજે છે? પણ ધ્યાન રાખજો કે–સરકાર સજા દેતા થાકે છે. એક મનુષ્ય એકનું ખૂન કર્યું તે સરકાર શી સજા કરે? ફાંસી? એક બે પાંચ પચીસ કે સોનું ખૂન કર્યું હોય તે પણ ફાંસી? “ટકે શેર ખાજા ટકે શેર ભાજી” બધાના ખૂનમાં એક ફાંસી જ. એક મારે કે સે મારે બન્નેનું સરખું જ ફળ. એ ન્યાયના હિસાબે સરખું નથી,
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy