SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦૭ મું | [ ૧૪૫ તે બાયડીને લક્ષણે-વતને પિછાણ નથી, તે પણ સારી મળશે અને સારી દેખીને લઇશુ, તે પણ પૂર્વના ઉદયથી ખરાબ નીકળશે. પૂર્વના અજાણ્યા સંબંધ ઉપર પરસ્પર ભાગીદારી કરે છે, તે કયે પૂર્વભવને સંબંધ જાયે? પાટીદાર, વહોરા કે મુસલમાન ભાગીદાર થાય છે, તેમાં તમે જાણીને કે સમજીને કર્યું હોય તે તે બતાવો? ઘેર ભિખારી આ ને રોટલી આપી તે તે સંબંધ માલમ છે? પૂર્વભવના સંબંધને કારણે કેઈને દેખીને ધ થયે, તે સંબંધ કેટલે સમજ્યા છો? તે આખી જિંદગી પહેલાનાં કર્મ સમજ્યા વગર પ્રવર્તિ થાય અને કર્મની સ્થિતિ ન સમજે તેને કેવા ગણવા? ચેર આવે ચોરવા ને ભૂલી જાય, ભાઈબંધ શત્રનું કામ કરે છે તે કયું જાણવા ગયા હતા, દુનીયાદારીમાં અજ્ઞાનપણે પહેલા ભવના સંબંધથી હજારો કાર્યો કરીએ છીએ. ચાહે તે સુખ પામીએ કે દુઃખ પામીએ, પણ ધરમમાં અમારે પહેલાં પૂછવું કે તે સમયે શું? તેમણે ધ્યાન રાખવું કે-વાસ્વામીએ દીક્ષા શબ્દ પકડ્યો તે વખતે શું સમજેલા? આ શબ્દ ક્યાંઈક સાંભળે છે, જાતિસ્મરણ જ્ઞાન થયું. પહેલાના ભવે યાદ આવ્યા. આ સંસારી જીનાં સ્નેહ બંધને તેડવા મુશ્કેલ છે. એક જ નિર્ણય થયે કે જગતમાં કોઈ પણ ચીજ પામવા લાયક હોય તે તે આ દીક્ષા જ છે? કૈવલ્ય અવસ્થાને કલ્પવૃક્ષ હોય, મેક્ષ મહેલની નિસરણી હોય તે કેવળ દીક્ષા જ, જે કેવલ્યની કળી તરીકે, મોક્ષની નિસરણી તરીકે દીક્ષાને ગણવા તૈયાર થયેલ છે, તે વિચારે છે કે મારે ગળે એક દોરડું બંધાએલું છે, કેટલાક ઘોડાને ગળે એક દેરડું, કેટલાકને વધારે પાછલા પગે દોરડું હોય, કેટલાકને બે પગે અને ગળે અને કેટલાકને એથી પણ વધારે. અહીં વાસ્વામી દેખે છે કે કેટલાકને માનું ને કેટલાકને મા અને બાપનું, કેટલાકને મા-બાપ ને બાયડીનું ને કેટલાકને માબાપ, બાયડી ને છોકરાનું ને કેટલાકને તે ઉપરાંત માલ-મિલ્કતનું–એમ પાંચ દેરડા બંધાએલા હોય છે, મારે તેવી દશા નથી, પણ હજું હું નિબંધનમાં નથી. નબળી ઘડીને પણ ગળે તે બાંધેલી હોય, તેવી રીતે કોઈ પણ બચ્ચે જગ્યું ત્યારથી માના બંધને બંધાએલું જ હોય, પણ આશ્ચર્યની વાત છે કે-ઘોડે ૧૯
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy