________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૩૫
E
બોધ કરવા આવ્યો છું, માટે પ્રતિબંધ પામે. બળાત્કારે પણ સન્માર્ગે આવતો હોય તે તે કરવા લાયક જ છે. એક કેદી થઈ તલવાર મારવા જતો હોય તે તેને બળાત્કારે રોક્યો હોય તો તે ખૂનની સજામાંથી છૂટે કે નહિં? તેવી રીતે અહીં બળાત્કારે પાપથી દૂર રહેલ દુર્ગતિથી છૂટે છે. ઉવવામાં બાળરાંડ એવી કોઈપણ વિધવા સ્ત્રી વગર ઈચ્છાએ સાસુ સસરાની શરમથી શિયળ પાળતી હોય, વગર ઈચ્છાએ બ્રહ્મચર્ય પાળવાથી આઠ હજાર વર્ષની દેવતાની સ્થિતિ બાંધે. બળાત્કારે પાપથી રેકાઈ જાય તો તે પાપથી જરૂર બચે છે. વિધવાને સધવા બનાવવાની વાર્તા એ વંઠેલાની જાળ છે.
જગતના જીએ માની લીધેલી દયા. પ્રશ્ન-ઉપવાસ કરવામાં ભૂખ્યા તરસ્યા રહેવાથી આધ્યાન થાય તેના કરતાં ન કરે તે શું વાંધે?
ઉત્તરઆત્તધ્યાન છે કે નહિ તે વિચારવાની જરૂર છે. પહેલાં તે આર્તધ્યાન નથી. ઉપવાસ કર્યો ને તરસ લાગી, તે શું ઘરમાં પાણી નથી, ઘરમાં ખાવાને દાભડે છે કે નહિ? કેમ ન ખાધું ને ન પીધું. મનમાં એમ જરૂર રહ્યું કે મેં ઉપવાસ કર્યો છે. ખાવાની પીવાની ઈચ્છા કરતાં ઉપવાસ ટકાવવાની ઈચ્છા અધિકી થઈ. તે અધિકી ન હોય તે ખાવા પીવાનું તૈયાર હતું, તે પછી તેને આર્તધ્યાન કહેનારા કઈ દશાએ બોલે છે? સુગ્રીવે માંકડાને કહ્યું કે-હાથ પગ છતાં શું કરવા પડે છે. તે કહે છે કે-ગામથ છુટ્ટા સમ પૃદ્ મંત્રને પિતા માટે રહેવાના માળા બાંધવા અસમર્થ છે પણ બીજાએ તૈયાર કરેલા માળા-ઘર ભાંગવા સમર્થ છે. જે બિચારા તપસ્યામાં અશક્ત છે, તે તમારી તપસ્યા તેડવા શક્તિમાન બને છે. મારો રખે ઉપવાસ ગુટે, મારે ખાવું નથી એ ઈચ્છા હોય તે તે આર્તધ્યાન નથી. જે તરસ્યાની બૂમ મારે છે તેને ખાવાનું કે પાણી ધરે તે ના કહે છે. મારે પચ્ચખાણ છે, કારણ લક્ષ્ય ત્યાં છે. આત્માના પરિણામ તપસ્થામાં, શરીરને વિકાર ખાવા પીવામાં, શરીરની વિકૃતિ તેજસની ઉષ્ણતા કહે એ શરીરની પ્રકૃતિ ખાવા પીવા તરફ દોરાઈ છે. આત્માના પરિ@ામ તપસ્યા તરફ દોરાયા છે. એ તપસ્યાને નકામી ગણે તો? ,