________________
પ્રવચન ૬૩ મું
કાન રાખીને વગર વિચાર્યું પ્રવૃત્તિ કરે છે, એથી ઓછું લાગે છે, પણ હું કઈ અપેક્ષાએ કહું છું તે સમજે. તમને ધ્યાન હશે કે વિચાર પૂર્વક જે કામમાં પ્રવર્યો હોય, પ્રવૃત્તિ કરતાં ઘણી મુદત થઈ ગઈ હોય, પછી તે મનુષ્ય તે પ્રવૃત્તિમય થઈ જાય છે. છોકરો ભણવામાં તલ્લીન હોય તેને ઊંઘમાં લવારે શાન હોય? ભણવા સંબંધી. જે ઊંઘના લવારામાં અભ્યાસ બાબત બેલે છે, તે ઉપગપૂર્વક બોલે છે, તેમ કહો કે શું બેલતે હતો? તેને જવાબ આપી નહિ શકે. અભ્યાસની તીન લાગણીના પરિણામે એનો આત્મા અભ્યાસમય થઈ ગયો છે. જેમ છોકરાનું તેવી રીતે દોસીવાયા ઊંઘમાં ચરરર કરતાં લુગડાં ફાડી નાખે છે. વેપાર કરતાં કરતાં એ તલ્લીન થઈ ગયા કે બેભાન અવસ્થામાં એજ પ્રવૃત્તિ કરે છે. ખરી અસર થઈ છે કે નહિ તે જોવાનું સ્થાન ઉપયોગ વગરના રસ્થાનમાં છે. ઉપગ વગરનો વર્તાવ કર્યો હોય? અંદર તલાલીનતા હોય તેને જ વર્તાવ ઉપગ રાહતપણામાં હોય છે. વગર ઉપગે જે બોલાય તે અંદરનું હોય તેનું જ નામ ઘેલછા કહીએ છીએ. એવી આ દુનિયાની પ્રવૃત્તિથી તન્મયતા ઝળકે છે.
આખી જિંદગીમાં કરેલી ક્રિયા ચાહે તે દેવ પૂજા સામાયિક વાંચન વિગેરે ક્રિયાઓ કેવી છે? વંધ્યા-વાંજણ. જ્યાં ડચકાની અવસ્થા આવી તે વખત શું પ્રભાવના, પૂજા, સામાયિક, પઠન, પાઠન કંઈ કરવાના? દ્રવ્યક્રિયા શ્રાવક કે સાધુની હોય ત્યાં બધાનું મીંડું વળી જવાનું. છેલ્લે અવસ્થા વખતે ચૌદ પૂર્વધર, બારસંગધારણ કરનાર એ પણ છેલલી અવસ્થામાં બધામાં મીંડુવાળે છે. ત્યારે આખી જિંદગી ક્રિયા કરી તેનું ફળ શું? “અંત અવસ્થામાં જેવી બુદ્ધિ તેવીજ ગતિ.” જીવ બગાડીને એકેન્દ્રિય પંચેઈદ્રિય કે વિકસેન્દ્રિયમાં ઉતરી ગયો તે જે ગતિમાં જવાને તે તે ગતિને લાયકની લેશ્યાથી ગતિ બાંધવાને. છેલ્લી વખતે રહેલી બુદ્ધિ–લેશ્યા ઉપર આવતા ભવને આધાર. છેલ્લી વખત બધું શુન્ય, સામાયિકાદિક બધું જ મીંડું, આખી જિંદગીની કરેલી ક્રિયા નિષ્ફળ ગઈ ને? સામાયિક કર્યું તે વખતે મીંડું, બધાનું મીંડું વળી જાય છે, તો આખી જિંદગી ક્રિયા કરી તેનું શું? જેમ આખો દિવસ વરસો વરસ સુધી કરેલા અભ્યાસને લવારે થાય છે, તેવી રીતે અહીં સેંકડો વખત હજાર વખત સામાયિકાદિક કર્યાને એ આત્માને સંસ્કાર હોવો જોઈએ કે જે