SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રવચન ૬૦ મું બંધી કહી દઈએ છીએ. કાયદો જાણ્યા વગર ન્યાય આપી દે તે મૂખ કહેવાય. આપણે પણ અનંતાનું બંધીને ફેંસલે આપી દઈએ છીએ. એ હિસાબે ઝાડ કીડી મંકોડીને અનંતાનુબંધીનું નામ નિશાન નથી. અંનતાનુબંધીનું લક્ષણ ધ્યાનમાં લે, પછી બોલે. અનંતાનુબંધી શું કામ કરે છે. તત્વ ઉપર પ્રીતિ થવા દે નહિં, અતત્ત્વ ઉપર પ્રીતિ રાખે. દેવગુરૂ ધર્મ ત્રણેને તત્વ કહીએ છીએ. ખરેખર એ તત્વ જ નથી. દેવગુરૂ ધર્મ એ તત્ત્વ નથી એમ કહેશો તે શાસ્ત્રકારે આ તત્વ નકામા ગણાવ્યા? ના, નકામા નથી ગણાવ્યા, તત્ત્વ કયા મુદ્દાએ? તાત્વિક પદ મોક્ષ એ સાધવામાં તત્ત્વ છે, એ મુદ્દાએ તત્ત્વ છે. દેવગુરૂ ધર્મનું તત્ત્વપણું સ્વાભાવિક નથી, આત્માનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવાનું સાધન, માટે જ તત્ત્વ. જ્યાં સુધી તે સાધન હોય, ત્યાં લગી જ તત્વ. સાધનપણું ન રહે તે અતત્વ. કેવી રીતે ? શુદ્ધ દેવ ગુરૂ ધર્મ ત્રણે પોતે તસ્વરૂપ નહિ. આત્મ કલ્યાણનું સાધન માટે તત્વ. કુદેવ વગેરે તત્વ નહિ પણ આત્માને ડુબાડનાર માટે અતત્ત્વ. તેજ દેવગુરૂ ધર્મ જે વખત તારનાર ન હોય તે વખત અતત્ત્વ, અતવ ક્યાં સુધી ? દેવને નમસ્કાર કરે-એમ કહેવામાં આવે તે પાપરૂપ શુદ્ધદેવને કહેનારો. શુદ્ધ આશયવાળો કહેવાને શુદ્ધ મનુષ્યને, છતાં પાપ લાગે. વિચારમાં ન પડશે. ખૂલાસો કરું છું. ગૌતમસ્વામિ ભગવાન અષ્ટાપદ પર્વત ઉપર ગયા જાત્રા કરવા ગયા, ત્યાં પંદરસો તાપસને પ્રતિબોધ કરતા હતા. તેવી વસ્તી ન હતી. આ વસ્તી વગર દીક્ષા બને કે નહિ ? અહીં કોની રજા મૂળ. વાતમાં આવે. માત્ર એકજ ક્ષીરનું પાત્ર તેમાં ખીર લાવ્યા ને અક્ષીણ મહાનલબ્ધિથી ૧૫૦૦ને પારણાં કરાવ્યાં. બધા સાધુ થઈ જશે તો સાધુને વહોરાવશે કેણ? એમ બોલનારાઓએ સમજવું જોઈએ કે–વસ્તી ન હતી. તો ક્યાં ભૂખ્યા મર્યા? ૫૦૦ ને ભજન કરતાં કેવળજ્ઞાન થયું. પાંચસોને રસ્તામાં કેવળજ્ઞાન થયું ને પાંચસોને સમવસરણમાં પેસતાં કેવલજ્ઞાન થયું. પંદરસેં શિષ્યોને લઈ ગૌતમ સ્વામીજી આવ્યા. તેમણે વંદના કરી. પંદરસે તાપસ નમો તિસ્થર કહી સીધા સમવસરણમાં બેસવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે-કે છે આ ભગવાનને વંદન કરે. ગૌતમસ્વામીને પારકી પંચાયતમાં પડવાનું શું કામ હતું? વિધિને જાણ નારે વિધિ વર્તાવવાનો પ્રયત્ન ન કરે તે અવિધિને દોષ લાગે. ઉપદેશક નિષેધ ન કરે તે જેટલું પેલાએ કરેલું પાપ મલીન કરે, તેટલું દેખવાવાળાને મલીન કરે, તેથી ગૌતમસ્વામિને કહેવું પડયુકે-ભગવંતને વંદન કરે. ગૌતમસ્વામી વિધિ બગડે નહિં, આત્મા ડૂબે નહિં, એમાં પાપ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy