SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આગમહાક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે એક દ્રવ્યદયા ખાતર અત્યારે તમે બચાવ્યો. એક ક્ષણના ઊંદરના દ્રવ્યપ્રાણમાં એટલું લક્ષ્ય છે. તેથી બલાડીની હાલત ધ્યાનમાં લઈ શકે નહીં. જે મહાપુરૂષ એક જીવને સંસારથી કાઢવા માગે છે, સંસારના જીવને કુટુંબીઓ ચાહે જેવા ગણતા હોય, આ પણ પોતાનું પેટ ભરનાર પોષણ કરનાર વૃદ્ધપણામાં પાલનાર આવા વલખાં મારે, તો પણ જેમ બલાડી પોતાના પેટ માટે વલખાં મારે છે, એવી રીતે દીક્ષિતના કુટુંબીઓ દીક્ષિતના જીવ માટે વલખા નથી મારતા? મારે નભાવવું કેમ? બલાડી પોતાનું ગાય છે, ઊંદરનું નથી ગાતી. કુટુંબીઓ પણ માત્ર પોતાનું ગાય છે, મરેલાનું નથી ગાતા, પોતાનું ગાય છે. તમે મનુષ્યભવ હારી ગયા એવું ગાવ છો? પાપના પોટલા બાંધી ગયા તેની હાય હાય કરે છે ? ઘર બાંધવાના રહી ગયા. એવાના ભરોશે ક્ય બેવકુફ રહે? મર્યા પછી પણ તમારૂં જ તપાસો, એકમાં એનું શું એ તપાસ્યું? એવા કેવળ સર્પ સરખા બીજાનું સત્યાનાશ થઈ જાય પણ મારૂં થવું જોઈએ—એવી ધારણાવાળા તમે નિગોદમાં જાવ તેની અમને ફીકર નથી. અમને મકાન ખાવા-પીવાનું લાવી આપ-એમ કહેનારા અનંતા દ્રવ્ય મરણ નહીં દેખનારા એવાની દયા કરનાર કેવા ગણવા? સ્વાર્થી કુટુંબીઓને તમે નરકનિગદમાં જાવ તેની ફિકર નથી. રાજા રાણુ બેઠા છે. ચકલે માળે ઘાલે છે. ચકલી કહે અહિં માળો ન ઘાલો. આ રાજાને આવાસ છે. રાજા ફેંકી દેશે. ચકલે કહે છે કે તું સ્ત્રી જાત ભયમાં જીવનારી, મારો માળા રાજા કાઢી નાખે તે રાજાનું રાજ ખેદાનમેદાન કરી નાખ્યું. ચકલી કહે–તમારી તેવી તાકાત કઈ છે? કે રાજાનું રાજ નાશ કરી શકો ? તારામાં અક્કલ નથી. સ્ત્રીની બુદ્ધિ પાનીએ. દેવદ્રવ્ય ભક્ષણ કરનારાના ઘરના ચોખા લાવીને રાજાની હાલ્લીમાં નાખીશ. રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે રાજ્ય જવામાં હરકત નહીં. હવે રાજા રાણીને કહે છે કે–જે દહાડે પક્ષીની વાત સાંભળીશ અને કેઈકને કહીશ તો તરત મરી જઈશ. રાણીએ કહ્યું કે–હસ્યા કેમ? એ વાત કહેવાય તેવી નથી, એટલે “ખેંચ પકડ મીયા જેર આતા હે. ન કહે ત્યાં સુધી ખાવું-પીવું બંધ. કહ્યું કે મર્યો, અહીં રાણું મરે છે, નહીંતર મારે મરવું પડે. માટે ગંગા કિનારે જઈને રાણીને વાત કહું. ફા. ૩
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy