________________
સંપાદકીય નિવેદન સર્વજ્ઞ કેવલી વીતરાગ તીર્થકર ભગવંતના વચનાનુસાર અનંત દુઃખસ્વરૂપ અનંત દુઃખફલ અને અનંત દુઃખ પરેરાએ આ સંસારમાં દરેક જીવ જન્મ જરા મરણાદિ અને તેના વચ્ચે આધિ-વ્યાધિ-ઉપાધિ, ઈષ્ટવિયેગ, અનિષ્ટસંગ આદિ દુઃખો ભેગવાતા ભગવત અકામનિર્જરાયે ગે હલુકમપણું અને કંઈક પુણ્ય પ્રકર્ષ પામ્યો એટલે મનુષ્ય ભવ સાથે બીજી પણ ધર્મ સામગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યો. પરંતુ બીજા પણ યોગ્ય સડકારી કારણે મેળવ્યા સિવાય ધર્મસિદ્ધિમાં આગળ વધી શકતા નથી.
આ માટે જિનેશ્વર ભગવંતે નિરુપણ કરેલી આગમાદિ શાસ્ત્રોનું શ્રવણ ખાસ જરૂરી છે. નિરંતર ગીતાર્થગુરુ મહારાજની ઉપાસના પૂર્વક તેમના મુખની વાણી સાંભળનાર શ્રોતા જ્ઞાન મેળવે છે. જ્ઞાનથી વિજ્ઞાન-વિવેક્વાળું જ્ઞાન, તેનાથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, તેનાથી તપ, તપથી કુર્મને નાશ, તેનાથી નિષ્કર્મતા, અને તેનાથી અજરામરપણું =મક્ષ પ્રાપ્તિ થાય છે. - આત્માનું ઉર્ધીકરણ થવામાં વિશેષ કારણ હોય તે શાસ્ત્રશ્રવણ છે. પ્રભુપૂજા સામાયિકાદિ સ્વાધીન અનુષ્ઠાને પોતાની સગવડે વહેલામોડો પણ કરી શકાય છે પરંતુ જ્યારે સમગ્ર શ્રોતાવર્ગ ચક્કસ સમયે નિયત રથાને એકઠો થાય, વળી વફતા ગુરુમહારાજનો યોગ થાય ત્યારે જ શ્રવણ મેળવી શકાય છે. આથી શ્રવણ પરાધીન છે. નિરંતર તેવા ચાગે જીવને સાંપડી શકતા નથી.
વળી લોકો સારભૂત પદાર્થ પોતે સંઘરી રાખે છે અને નિઃસાર આપી દેવાય છે. પૂર્વ કાળમાં કેટલાક સ્થળે ઘી માટે દહીં વલે, તેમાંથી નવનીત-માખણ પિતે સંઘરી લે છે અને છાશ ઉદારતાથી લેકેને દાન કરે છે. અહિં તેનાથી ઉલટું ગુરુ મહારાજ શાસ્ત્રાધ્યયન કરી અંદરથી મેળવેલ તત્તભૂત નવનીત એ શ્રોતાઓને ઉલ્લાસપૂર્વક ઉદારતાથી વાણી દ્વારા અર્પણ–દાન કરે છે. વક્તા પણ એકાંત હિતબુદ્ધિથી હિતેપદેશ આપે છે. અર્પણ-દાન તેમાં શ્રોતાને લાભ થાય અને કદાચ લાભ ન પણ થાય, પરંતુ વક્તાને તે હિતેપદેશ કરવાથી એકાંતે નિર્જરાને લાભ થાય જ. એટલા જ માટે કહ્યું છે કે
'न भवति धर्मः श्रोतुः, सर्वस्यकान्ततो हितश्रवणात् । ब्रूवतोऽनुप्रहबुद्धया वक्तुस्त्वेकान्ततो भवति' ।