SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સામે હાર પ્રવચન શ્રેણી, વિભાગ બીજો કરીએ તે મનુષ્યપણુંાની દુર્લભતા માલમ પડે. તે મનુષ્યપણાના ઉપયાગ શી રીતે કરવા ? ધર્મ . આચરણથી. છેવટે ચામાસીમાં તા જરૂર ધર્મનું આચરણ કરવું ઘટે. ચામાસામાં શ્રાવકે શું શું આચરણ. કરવુ જોઈ એ તે અધિકાર અગ્રે વત માન. પ્રવચન ૫૮ સુ અષાડ વદી ૨ ૨૯ મનુષ્યપણાની પેઢીની સુડી કઈ અને કયાંથી આવી? શાસ્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે અનાદિ કાળથી આ જીવ સૌંસારમાં રખડે છે. રખડતાં રખડતાં. મનુષ્યભવ મળવા ઘણેા જ મુશ્કેલ હતા. તે મળે તેમાં કોઈને અડચણ થતી હતી ને તેથી તે રાકાતા હતા તેમ ન હતું. બીજા પાસેથી વેચાત કે ઉછીના લેવા હતા તેથી તે આપતા ન હતા તેમ પણ ન હતુ. જ્યારે મનુષ્યભવમાં કેાઈ વિઘ્ર કરનાર ન હતા. કોઈની મહેરખાનીથી મેળવવાના ન હતા, તા દુર્લભ હાવાનું કારણ શું? મહાનુભાવ ! કારણ વગર કેાઈ દિવસ કાય થઈ શકતુ નથી. તેથી જ નીતિકારા માને છે કે નાળું વિના મવેત્ ાર્યમ્' કાઈપણ કાર્ય કારણ વગર થઈ શકતું જ નથી. તા મનુષ્યપણા જેવી અપૂર્વ ચીજ તે કારણ વગર કયાંથી થાય ? જેના કારણની દુર્લભતા તેનાં કાર્યની દુર્લભતા સ્વાભાવિક રીતે જ હોય.. સાનાના ઘડાની કિંમત વધારે, કારણ–સાનાની કિંમત વધારે. માટીના ઘડાની કિંમત ઓછી, કારણ માટીની કિંમત ઓછી છે. તા મનુષ્યપણાની કમત વધારે કેમ? અથવા મુશ્કેલ કેમ ? કારણની મુશ્કેલી છે માટે, તેના કારણેા કયા? આપણે બધા મનુષ્ય છીએ પણ કયા કારણથી મળ્યું છે તેના વિચાર કેાઈ દિવસ કર્યાં નથી. દુકાન માંડે ને સીલક કઈ એ ખખર ન હોય તા દુકાનમાં શું ફળ મેળવે ? આ મનુષ્યભવની દુકાન. માંડી પણ પુજી કેટલી ઘાલી છે. તેના વિચાર હજુ સુધી કર્યાં નથી. આટલા વરસ સુધી આ પેઢી ખેડી, કેટલી મુડીથી પેઢી ચલાવી તે માલમ પડતી જ નથી. પેાતાની મિલ્કત શું છે, તેની પાતાને ખખર નથી.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy