SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ પ્રવચન ૪ મું કરી? તેનું કારણ એ જ કે-જે જીવો પિતાના સ્વરૂપને છોડીને પર પરિણતિમાં પરિણમેલા છે ને સંસારની ચાર ગતિમાં રખડયા કરે છે, તેમનો ઉદ્ધાર કરવા માટે. નદીમાં તરતાં બે તુંબડા શા માટે બાંધવા? એક બસ છે. એકથી ન બચાય તે ૧૦૦ બાંધશે તે પણ શું વળશે ? તુંબડું શા માટે બધાય છે ? તરવા માટે. એ બન્ને બાજુ સરખી રીતે મદદ દેનારા થાય, જેથી તરનારે સહેલાઈથી તરી જાય. એક કરતાં બેથી સહેલાઈથી તરશો એવી રીતે વિસ્તારથી અનંતા અને મૂળથી જીવ અને અજીવ, પણ નવતા કહેવા પડયા શા માટે? એકજ કે ભવ્યોનો નિસ્તાર કરવા માટે. જિનેરની દેશના પરઉપકારિણી હોય અને વિરેની રવ અને પપકારિણી ઉભય સ્વભાવી હેય શાસ્ત્રકાર કહે છે કે જિનેશ્વરની દેશના પરઉપકારિણી હોય, સ્વ ઉપકારિણી નહિ. સ્થવિરેની દેશના પિતાને અને શ્રોતાને ઉપગાર કરનારી. પિતાને ઘાતિ કર્મનો નાશ કરે છે. કેવલ્યા મેળવવું છે તેને આ રસ્તો છે. માટે સાધુ, ઉપાધ્યાય, આચાર્યની દેશના શ્રોતા અને વફતાને બન્નેને ઉપગાર કરનારી, પણ તીર્થંકરની દેશના માત્ર શ્રોતાને જ ઉપગાર કરનારી. વક્તા તીર્થકર તેમને કંઈ ઉપકાર નહિં. કદાચ શંકા થાય કે એમને પણ શાસ્ત્રકારે ફળ બતાવ્યું છે. જ્યાં તીર્થકર નામકર્મને અધિકાર છે ત્યાં જણાવ્યું છે કે-શિષ્ય ગ્રંથકારને પ્રશ્ન કર્યો કેવીશ અગર ઓછા સ્થાનક આરાધી તીર્થકર નામ ગોત્ર બાંધ્યું તે ભેગવાશે શી રીતે ? તેના ઉત્તરમાં જણાવ્યું કે નકાણ ધારું અલાનિએ ધર્મદેશના દેવી, લગીર પણ ઉદ્વેગ. રહિતપણે ધર્મ દેશના કરવી, તેમ કરીને તીર્થકર નામ કમ ભોગવાય છે. દેશનાથી ભેગવવાનું રહ્યું, તે ભગવ્યા વગર મોક્ષે ન જાય. જર્મક્ષયાત મુરિ: સર્વ કર્મના ક્ષયથી મોક્ષ થાય; માટે તીર્થકર નામકર્મ ભગવાયા વગર ક્ષે ન જાય. ભવ્યને ઉપદેશ દેવાથી તીર્થકરના આત્માનું કલ્યાણ થાય છે? નામ કમ ખપાવવાને માટે દેશના નહિ પણ દેશનાથી ખપે. તીર્થકરે તીર્થંકર નામકર્મ દે તેથી સંકલ્પ-ભાવ મન માનવું પડે. દેશનાથી તીર્થકર નામ કર્મ ખપે. આપણે ભાષા વર્ગના પુદ્ગલો. લઈએ છીએ, તે ખપાવવાના છે તે ધારીને ભાષાના પુદગલે લેતા નથી, અહિં અચ્છાનિએ ધર્મદેશના કરવાથી તીર્થકર નામ કમ ભેગવાય છે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy