SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો ૩૮૩ મહામહનીય કર્મ બાંધે. બલકે તે બળાત્કાર કરનારે ગણધરની હત્યા સરખું પાપકર્મ બાંધે છે. મહામેહનીય કમ બાંધવાના હેતુઓ જેઓ બળાત્કારથી સાધુપણું રોકવા માંગે, મરજી વિરૂદ્ધ દીક્ષા તેડાવવા માંગે, તેઓને કેવા કર્મ બંધાય તે વિચારજે. બળાત્કારની આ દશા પણ વગર ઉપગે જેમ આવે તેમ બેલે, તેનું શું ? કમાતા ન આવડે તે નીકળી ગયા, તેમ બેલનારા કઠિયારાનો દાખલે ધ્યાનમાં લેજે. પરિણામ એ આવ્યું કે આ તમારે વેષ. આશ્વાસનમાં ગણધર ભગવંતે કીધું કે–બહાર તે તારા ઓળખીતા નથીને ? સાધુના પરિણામ રાખવા માટે માસ કલ્પ પૂરો થયે નથી, છતાં વિહારની તૈયારી કરે છે, અભયકુમાર આવે છે, માસક૯૫ થયો નથી તો વિકારનું શું કારણ છે ? આવી રીતે આ નવીન સાધુએ દીક્ષા લીધી છે, તેને લોકો વચનથી ઉપદ્રવ કરે છે, તેથી વિહાર કરે પડે છે. કહેવાનું તત્ત્વ એ છે કેરાજગૃહીને કઠિયારો દીક્ષિત થયે તેને માટે રાજગૃહી જેવી ધર્મપુરીમાં પણ આમ બોલનાર પડયા હતા. કઠિયારાએ હજુ મહીને તે પૂરો કર્યો નથી, તેને માટે આવું બોલનાર હતા, તે ઓછું શોચનીય ન કહેવાય ? સમવાયાંગસૂત્ર ટીકા પાનું ૫૩–૫૪-મહામહનીયના બંધના સ્થાનકે ત્રીશ. તે પૈકી સત્તરમું પાપસ્થાનક પછી અઢારમું સ્થાનક આવે છે. જેમાં નીચે મુજબ ભાવ છે- ઘણા લોકોના નાયક, સંસારસમુદ્રમાં રહેલાને આશ્વાસનનું - સ્થાનક અથવા તો દીવા જેવા, એટલે અજ્ઞાનરૂપી અંધારાએ જેની દષ્ટિ રેકાઈ ગઈ છે, તેને હેય ઉપાદેય પ્રગટ કરનાર હવાથી દીવા સમાન, આપત્તિથી રક્ષણ કરનાર, જે ગણધર વિગેરે હાય, જે પ્રભાવિક પુરુષે હોય તેને હણીને જે મહામોહનીય બાંધે છે. આ સત્તરમું, હવે અઢારમું–દક્ષામાં તૈયાર થયેલો, દીક્ષાની ઈચ્છાવાળ, સાવદ્ય યોગથી વિરમેલે, સંયત સાધુ, સારી તપસ્યા કરનારે, જંગમ તીર્થ સ્વરૂપ, પતે આહસક હોવાથી જગતને જીવનરૂપ એવા દીક્ષિત થનાર, થએલા ને આક્રમણ કરી, બળાત્કારે શ્રત ચારિત્ર રૂપી ધર્મથી જે ભ્રષ્ટ કરે તે મહામહનીય કર્મ બાંધે. પાપથી હઠવા માગે તેને શરણું આપવું જોઈએ ચાહે તે કઠિયાર હોય કે કરોડપતિ હય, અજ્ઞાની હોય કે જ્ઞાની હેય, અગર કોઈપણ હોય પણ સર્વજ્ઞ પ્રભુના શાસનમાં એક સમયમાં
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy