________________
૫૪
પ્રવચન ૮૯મું
કાછડીયે ફરે, પિસા કે એ મનુષ્ય તમારા ઘરમાં હોય તે ઘરમાં છૂટે રાખી શકે ખરા? ત્યારે તમે અમને માનો શાથી? અરે! ઘાયલ સિપાઈને બમણે પગાર, માવજત અને ઉપરથી માલ. આવા ગાંડાની સેવામાં રહેવું કેમ પાલવે? ભલે ગમે તેવા પણ અમને દાવાનળમાંથી અચાવનાર તેમના જેવું ચૌદ રાજલોકમાં કેઈ નથી. આવી બુદ્ધિ ન હોય તે વીરા સાળવીની માફક અઢાર હજાર સાધુને વંદન કરો તો પણ તમારું શું વળે? વળે કયારે? ભલે દુનીયાની અપેક્ષાએ અમે પૂરેપૂરા ગાંડા છીએ, પણ અમને દાવાનળથી બચાવનારા, સંસારની આગ ઓલવનારા, પડતા લાકડાને રોકનારા અને પાપથી અમારું રક્ષણ કરનારા છે. માટે અમારા પરમ ઉપગારી છે. ગુરુની સેવા, દેવની પૂજા રૂપ ધમ ન રહ્યો. ત્યારે ધર્મ કયે થયે? દેવ પૂજા એ બધું સમ્યફવના કારણભૂત છે, સંસાર દાવાનળથી બચાવે તેથી ગુરુની સેવા, તેથી ધર્મએ આત્માની અંદરની બુદ્ધિ. જિનેશ્વર ગુરુ એ ધર્મ પેદા કરવાના રવૈયા, પરમ ધર્મ પ્રાપ્ત કરવાનું સાધન છે. ધર્મ પોતાના આત્માની માલિકીની ચીજ છે. માત્ર કિંમત સમજવી, તેની વ્યવસ્થા શી રીતે કરવી એ ધ્યાનમાં લેનારા જ ધર્મિષ્ઠ કહેવાય. આપણને કોઈ અધર્મી કહે તે આંખ લાલ થાય. એ કાળા મહેલના ચાર મનુષ્યો એ રૂપે, અરે એ શ્રાવકે આખી રાજ મંડળી સમક્ષ પોતાને અધર્મી કહેવડાવે છે. પહેલાં જે મુદ્રાલેખ ત્રીજા પગથીયા રૂપ કબૂલ કર્યો કે ત્યાગ સિવાય બધું અનર્થ, પણ તે કબૂલાત ઉપાશ્રયની બહાર ઢચુપચુ થઈ ગઈ અને અર્થ પરમાર્થ અને બાકીનો અનર્થ રજીસ્ટર તીર્થકર સમક્ષ કર્યો. બહાર નીકલ્યા ત્યાં આ સ્થિતિ છે, જે વસ્તુ મુખ્ય ધ્યેય તરીકે રાખી હતી અને તેથી નિરૂપાયે દેશવિરતિ ધે છે, શ્રાવક કેઈપણ વ્રત ચે તે તપેલા કલાઈયામાં પગ મેલવાની (ધરવાની) સ્થિતિએ ચેઅમે જિનેશ્વર પાસે આ વાત માની હતી કે ગૃહસ્થપણું એ તપેલા કડાઈઆ જેવું છે. બહાર નીકલ્યા ત્યાં અમારી સ્થિતિ પલટી ગઈ. બારે વ્રત લીધા પણ આડકતરી રીતે તે સર્વ વિરતિની જ કબૂલાત કરી. તેના અતિચાર સમજશો એટલે સર્વવિરતિની કબૂલાત સમજાશે અને ત્રીજું પગથીયું “ત્યાગ સિવાય બધુ અનર્થ” એ પણ કેવી રીતે તે સમજાશે. તે અધિકાર અગે વર્તમાન.