________________
૩૦૦
પ્રવચન ૮૪ મું
-શાસન સેવા એ સર્વસંપત્તિનું અવધ્ય બીજ છે.
ઉન્નતિના બે જ રસ્તા, શાસનની સેવા કરે, આવતા હલ્લા રોકે અને હલા કરનારાને શાસનના સેવકો બનાવે. જેવી રીતે સીપાઈ 'બેઠા કે દેખતાં છતાં ખેલવામાં આવતું તાળું તે દેખી રહેતો સીપાઈ ઉપર સીતમ ગૂજરે. તેવી રીતે આપણે દેખતા શાસન વિરોધીઓ હલે મચાવી જાય તો આપણે પણ બેવકૂફ બનવું પડે. શાસનની સેવાનો સોદ એક પણ ચાલ્યો જાય તે શાસન સેવકોને શરમાવું પડે. શકિત છતાં અવશ્યમેવ શાસન ઉન્નતિ કરવા લાયક છે. “નિરોગતિઃ' સામાયિક બને કે ન બને તેમાં નિયમ વાપરતા નથી, તપસ્યામાં નિયમ વાપરતા નથી, પણ શાસન ઉપર આવેલા હલા જરૂરાજરૂર રોકવાના છે, તેથી શાસનઉન્નતિનું કાર્ય કરવા લાયક નિયમરૂપ છે. આવી સેવાનું ફળ શું? જે ખેતરમાં બીજ વવાય તે બીજ મહિનાનું, બીજ વાવ્યા પછી વરસાદ આવે નાહ તે બીજ બળી જાય, પછી વાવેતર બીજી વખત કરવું પડે. એ બીજ વધ્ય થઈ જાય એટલે નિષ્ફળ જાય, પણ શાસન સેવાનું કાર્ય કર્યું એ અવધ્ય બીજ છે. કોઈ દિવસ નિષ્ફળ જવાનું જ નથી. એ બીજમાંથી તીર્થંકરપણું, ગણધરપણું, પ્રત્યેક બુદ્ધપણું, જગતભરની બધી ઉત્તમ સંપદાનું અવધ્ય બીજ છે. સર્વ સંપત્તિ આપ્યા વગર રહે જ નહિ. જેઓ શાસન સેવામાં તત્પર રહેશે તેઓ આ ભવ પર ભવને વિષે કલ્યાણ મંગલિકમાલા અને -સંપદાઓના ભકતા બની પરંપરાએ મેક્ષ રિદ્ધિના સુખના ભોગી બનશે.
પ્રવચન ૮૫ મું
સં. ૧૯૮૮ શ્રાવણ સુદિ ૧ બુધવાર આંખની એક એબ
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ સૂચવી ગયા કે આ સંસારમાં આજીવ અનાદિકાળથી પાંચના પંજામાં ને છના છટકામાં દબાએલો ચંપાએલ છે. આહાર શરીર ઈદ્રિય તેના વિષયો અને તેના સાધનો, આ પાંચના પંજામાં અને શ્રી કીર્તિ, આ છના છટકામાં આ જીવ અનાદિ કાળથી ભટકે છે, હજુ ભટકે છે અને ભટકવાની લાઈન નહીં છોડે તે