SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પ્રવચન ૮૪ મું વાળા અને નવપદવાળાને જંગમ અને રથાવરતીર્થ સેવ્ય છે. સેવ્યમાં અને સેવનામાં જેટલો ફાયદે તે સેવકોને આભારી. તેવી રીતે ચાહે. તે દેશવિરતિવાળાઓ ઊંચા આવે અગર નવપદનું ઊંચાપણું અને ઉદય થાય એ જશ શાસનને છે. મિલકત શેઠની હોય, પણ તે મિલકત કડીયાના બાપની ન હોય. મકાનની ભવ્યતા સુથારના બાપની અગર મિસ્ત્રીના બાપની ન હોય, પણ ભવ્યતા-મનહરતા માટે જશ મિસ્ત્રીને કે કારીગરને મળે છે. તેવી રીતે શાસનપક્ષવાળા તીર્થ, દેરા, ઉપાશ્રય, પ્રભાવના જે કંઈ શાસન ભક્તિ દ્વારા અનેક વિધ શાસન્નતિ થાય પણ એ બધાની અંદર આપણે સેવક તરીકે ભાગીદાર બનવું જોઈએ. એ શાસનપ્રેમી સેવકોને ઉદ્દેશ છે, બલકે શાસનના સભાસદનું એ સાચું સગપણ છે. આમાં ત્રણ વરસનું સરવૈયું કાઢે. સામાયિક પૌષધ આયંબીલ. કરનારાઓની પ્રવૃત્તિઓ દીનપ્રતિદીન વધી અને અખંડ રહી શકે છે. હલ્લો આવ્યા પછી ગામનું અખંડીતપણું રહે તે કોના પ્રતાપે ? સેવા. ભાવી તે લોકોએ વાતાવરણને સીધું રાખ્યું છે. જર્મન સરકારે એક સિદ્ધાંત રાખ્યો છે કે મારી ભૂમિ ઉપર લડાઈ નહિ. જ્યાં લડાઈ ઉપર. લડાઈ થાય તે રાજ્ય પહેલું નાશ થાય. જર્મન કેઝરે જે સિદ્ધાંત કર્યો હતો તે સિદ્ધાંતને શાસન સેવાભાવીઓએ ખોટો કર્યો. શાસન સેવાભાવીઓએ પિતાને ઘેર લડાઈ થવા દીધી અને ફકત હલ્લા સામે બચાવ કર્યો. તમે એમની ઉપર કર્યો હë કર્યો છે? એમને અંગે ખરાબ કામ થાય તો પણ તેમને અંગે જાહેર છપાવ્યું નથી. શાસનશત્રુને સરકારે કેદ કર્યો છતાં સરકાર પર તમે અભિનંદન આપ્યું નથી. શાસન સેવાભાવી છે કેઈનું પણ કાર્ય બગાડવા ચાહતા નથી, પણ આત્માનું કલ્યાણકારી કામ પ્રવર્તાવતા રહે છે. તમારે ત્યાં હલા આવવા દીધા છે પણ હલે લઈ નથી ગયા. આપણે હલ્લો કરવો નહિં અને હલ્લાને હઠાવવા બચાવવાનું જ કામ કરવું. લશ્કર બચાવ કરવાવાળા હોય તે બચાવે કે પોતાની સ્થિતિને વધારી દે. તમે વૃદ્ધિ શી રીતે કરી ? ક્રિયામાં દેખ તે-ત્રણ વરસ પહેલાં અને હાલમાં વર્ધમાન તપ કરનારાની સંખ્યા કેટલી વધી છે? ત્રણ વરસ પહેલાં પૌષધ કરવાવાળા કેટલા હતા અને અત્યારે કેટલા થાય છે. કેઝર કરતાં નવી રાજનીતિ ઉભી કરી. પિતાની જમીન ઉપર હલ્લો આવવા દે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy