________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે ગુરુની ને તેનાથી ઉતરતી શ્રાવકની. પાલ્ય-પાલકની આરાધના જૈનશાસનમાં નથી. એતો રાજામાં, પાંચ ભૂતમાં અને ઉત્તરોત્તર પછી તો તમારે વામમાર્ગમાં ગયા જ છૂટકો. પાલ્ય-પાલક ભાવમાં જૈનશાસને તિલાંજલી આપે જ છૂટકે. આરાધ્ય આરાધક ભાવની અપેક્ષાએ શ્રાવક આરાધક છે. ભગવાનના શાસનને પામેલે આરાધ્ય છે. દુર્લભએ સાધર્મિકપણાનો સંબંધ છે, તે તો ભક્તિ કરવાલાયક પણ હીરાની કિંમત બે હજાર, બાવીશ હજાર, બત્રીસ હજાર, બાવન હજાર તેની કિંમત અંકાય છે. ચાહે તેટલી ગણે પણ હીરો અગ્નિમાં પડી કેલ ન થાય ત્યાં સુધી જ. તેવી રીતે શ્રાવક ક્ષેત્રની કિંમત મિથ્યાત્વના, વિષને વમરવાવાળો રહે ત્યાં સુધી, તેથી જ શ્રદ્ધાળુઓએ ત્રીશવરસ સુધી પાણીની માફક પૈસા ખરચ્યા અને તે તમારી સંસ્થાઓનું મૂળ આથિક મજબૂત કરવા. એકેએક સાધુએ કમ્મર કસી પણ જે વૃક્ષો અમૃતફલની અપેક્ષાએ વાવ્યા હતા તે પાછળથી વિષવૃક્ષો થયા અને અમૃતની વેલડીઓ એ વિષની વેલડીરૂપ ઉગી રહી છે, છતાં હજુ પાણી સીંચાય છે, તે પણ પંચમકાળના પામરોની પામરતા છે. - દેવ ગુરુ ધર્મ એ ત્રણેને અંગે તે સંસ્થારૂપ ઝાડામાં વિષ વધી ગયું છે અને સંરથારૂપી એવા ઝાડે દેખ્યા છતાં કો દેખતો તે વિષવૃક્ષને પાણી પાય? અહીં શું કહેવા માગું છું –એ વાંક એમનો નથી પણ તમારે છે. સ્વપરની વહેંચણમાં ભૂલ્યા તે વખત તમે ચમકતા હતા? બીજાઓમાં બાળપણથી સંસ્કાર નંખાય છે પણ તમારે ત્યાં તેમાંનું કાંઈ નથી. સામા પક્ષવાળા-દિગંબરને કેસરીયાજના કેસમાં કયું બીલ ચૂકાવવું પડયું? શીખરજીના કેસમાં કાયર બનેલા તેઓને તથા તારંગાજીની તકરારમાં તણાએલા તેમણે કહ્યું બીલ ચૂકાવ્યું? કહો એનામાં ધર્મના સંસ્કાર બાળપણથી માબાપે નાખ્યા છે. જુવાન ઉંમરે પાશ્ચાત્ય પવનમાં ફસાયા છતાં તેમની તીર્થભક્તિ ને સેવા હજુ ખસી નથી. તમારામાં આટલા પૈસા ખરચ્યા છતાં એ એક ના નીકલ્યો. તે માટે જ બચપણમાં ફરજ જેવી વસ્તુ રાખી છે અને શ્રાવક માટે ફરજ રૂપે જેને પંદર રૂપીઆની મિલકત થાય તેને જિનેશ્વરની મૂર્તિ ઘરમાં રાખવી જ જોઈએ. ઘરમાં રહેલા જિનેશ્વરની સેવા તે તમારા નાના સર્વ કુટુંબમાં રહેલા બધાને સંસ્કાર નાખશે. મહોલ્લામાં રહેલું મોટું દેરૂં આવનારને સંસ્કાર નાખશે. ઉપાશ્રય પણ