SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણી, વિ ભાગ બીજે ૨૬૫ શુરાતનવાળું કરવા માટે શત્રુના શુરાતન કાર્ય કહેવાય તે શત્રુની પ્રશંસા ગણાય જ નહિં. વેતાંબર દિગંબરના ઝગડાની જડ અહીં તમારા વેતાંબર આમ્નાયમાં પ્રાયઃ પીળા ચાંડલામાં પાશ્ચાત્ય પવને પ્રવેશ કર્યો, તે જ વખતે તમારા જેડીયાઓ કે જેને પ્રાયઃ ગુરુનું મેં જોયું નથી અને જોવાનું નથી. જેના ગુરુ સેંકડે વરસોથી પલાયન કરી ગયા છે. છતાં ગુરુની ગેરહાજરીમાં તે પોતાના ધર્મમાં દઢ કેવી રીતે રહ્યા હશે? વેતાંબર ભાઈઓ કરતાં દીગંબર ભાઈઓમાં “તીર્થને જવા દે” એમ કેટલા બોલ્યા? પહેલાં તો આ પિક મેલનારાએને લગીર પણ પ્રવીણતા આવવી જોઈએ. પિક શું જોઈને મૂકી છે એમ બોલવું છે અને તીર્થના ઝઘડાના નામે તીર્થો સંપી દેવા છે. તે જાહેર કરવા માટે કહું છું. એક પણ જગાએ તાંબરોએ દીગંબરોના તીર્થો ઉપર આક્રમણ કર્યું હોય તે તેને પૂરા લાવે અને એક પણ વેતાંબરના તીર્થ ઉપર દિગંબરેએ આક્રમણ ન કર્યું હોય તેના સેંકડો પૂરાવા હું આપું. બને પુરાવા જેવો. ઝઘડાની જડ કોણ? પારકે માલ પચાવી પડાવવા માટે પાશવવૃત્તિને ખીલવનારા. તાંબરોમાં અને દિગંબરમાં ઝઘડાની જડ કેણ? તે છતાં જેઓ ચોર હોય એ તે શાહુકારના શાણપણને ફીટકાર આપે, કારણ કે શાહુકારના શાણપણને ચોરના ચરામાં ફીટકાર હોય તેમાં નવાઈ નથી. શાહુકારના શાણા સૂતા, પુત્રો શાહુકારના શાણપણને ફટકાર આપે છે. તે સૂતોને કેવા ગણવા? એક પણ હલ્લો શ્રેષ બુદ્ધિથી વેતાંબરેએ દીગંબરના તીર્થ ઉપર કર્યો હોય તે તે વાત વ્યાજબી હતું. એવી જગપર વેતાંબરોને ઝઘડાખોર ગણનારા એ શયતાન નહિં તો બીજા કે હોય? છતાં એ શેતાનીયતવાળાને તીર્થના ઝઘડા કહીને બેસી રહેવું છે તેમ નથી, પણ લાખો રૂપીઆ જોડે રહીને ફના કરાવવા છે, શાહુકારી જણાવવી છે અને કહેવા છે તીર્થના ઝઘડા. એવું કહીને ખીસાં ભરવાં છે. તીર્થના ઝઘડાને અંગે ત્રીશ વરસથી જેન પ્રજાએ બનતી શક્તિએ નાણાં પાણી માફક ખરચ્યા છે. તેમાંથી એક પણ ફળ તીર્થ ગુરુ કે ધર્મની રક્ષા વખત કામ લાગ્યું નથી.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy