SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २६० પ્રવચન ૮૨ મું છતાં એ કે પરાધીનતામાં રૂલી ગયે છે, કે એક ઘડીઆળ દેખવી હોય તો આંખની મદદ લેવી પડે. કટિધ્વજને મરચાં લાવવાનો વખત, તેમ આ કેવળ જ્ઞાનના ઘણ, તેને પણ આ ચામડાની આંખની મદદ, જોઈએ. આ ચામડાની આંખની મદદ ન હોય તે દેખવાનું જ્ઞાન ન કરે. જેમ આંખનું દૃષ્ટાંત કહ્યું તેમ બધી ઈદ્રિયનું દષ્ટાંત સમજી લ્યો. આ આત્માની ઉચ્ચદશા લાવવા માટે આ આત્મા ઉપર કેવળજ્ઞાની રૂપ. રિસીવર નીમવામાં આવે છે. આવા અવળચંડા આત્માના હાથમાં હથીયાર રાખવામાં આવે. તે કઈ પાયમાલી ન થાય? માટે આત્માને તારવા માટે રિસીવ નીમી દેવા જોઈએ. રિસીવરના તાબામાંથી માલિકને કોડી પણ ખરચ . કરવાનો હક નથી. રિસીવરની સહી સિવાય કોઈ કેડી ધીરે નહિ. તેવી રીતે આ આત્માને કેવળજ્ઞાની રિસીવર જેમ કહે તેમ કરવું પડે.. વગર લેણાએ રિસીવરની સહીથી રૂપીઆ મળે અને રિસીવરની સહી વગર તમારા જમે રૂપીઆ પણ મળે નહિ. કેવળજ્ઞાનીની રજા જોઈએ. રજા ન હોય તે ખૂદ આત્મીય હકીકતમાં પ્રવર્તવાની છૂટ નથી, તે પછી પગલિક વૃત્તાંતમાં આત્માને કેવળજ્ઞાનીની સહી વગર વર્તવાની. છૂટ હોય જ ક્યાંથી? પગલિક વાતમાં કેવળજ્ઞાનીની જરૂર પણ આત્મીય બાબતમાં રજાની જરૂર શી? રાત્રી દિવસમાં ચાર સંધ્યાઓએમાં તમે અભ્યાસ ન કરે. અભ્યાસ-જ્ઞાન મેળવવું એ આત્મિય હકીકત કે પર-પૌગલિય હકીકત, છતાં કેવળજ્ઞાનીની મનાઈ, જમે માંડેલા પાંચ ક્યારે લાવી શકીએ? રિસીવરની સહી હોય છે? આત્માને અંગે સ્વાધ્યાય, વાંચના, પૃચ્છના અને પરાવર્તના. એ આત્મા માટે છતાં કેવળજ્ઞાનીની રજા તે વખતે મળતી નથી. તે જે જ્ઞાન જેવી ચીજ આત્માના ઘરની, છતાં કેવળજ્ઞાનીની ચીઠ્ઠી અગર હુકમ જોઈએ. આપણે બેઠા છે ને નજીકમાં પંચંદ્રિયનું કલેવર પડ્યું છે, અગર સુવાવડ છે તે વખતે આત્માને જ્ઞાનગુણ છતાં અમલમાં લઈ શકીએ નાહ. કેવળજ્ઞાની રિસીવરને હુકમ નથી. તેવી રીતે આ આત્મા ઉપર કેવળજ્ઞાની રિસીવર છે. તેમણે જાહેર કર્યું છે કે તમારે આવી અપવિત્રતામાં ભણવું નહિ, કેમ ના ભણવું, તેના અત્યારે કારણમાં નહીં ઉતરતાં રિસીવરના હુકમની પ્રાધાન્યતા ઉપર કહું છું કે આત્મીય કાર્યમાં પણ રિસીવરને હુકમ જોઈએ.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy