________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૪૩
ન ગણ ને ધર્મની કિંમત ગણી ત્યારે સમકિત, સમ્યકત્વ શબ્દ સેંધે છે પણ લગીર ઊંડા ઉતરો તો જબરજસ્ત મળે છે. સમ્યકત્વ શબ્દ તે જ આત્માને લાગુ થાય છે કે જે આત્માને પૂર્વે કથન કરેલ છએને ભેગે ધર્મ ટકાવવા પ્રયત્ન કરે. જેમ જગતમાં આબરૂના ભેગે પાંચની પંચાત કરનારને આબરૂદાર ગણાય નહિ. તેવી રીતે જેઓ ધર્મના નાશના ભેગે છના છકકાને મજબૂત કરવા મથે. એ છના છક્કાને હરકેઈ ભેગે પાષણ કરવા માગો ત્યારે મિથ્યાત્વ, મિથ્યાત્વ બે પ્રકારનું કહ્યું છે. લૌકિક અને કેત્તર. લોકિક મિથ્યાત્વ કુદેવાદિકને માનવા; તેવી રીતે કઈ પણ ભેગે છના છકકાને જ તત્વ ગણવું. તેની છાશમાં કાળજુ કતરાઈ જાય, તેના વધારામાં કાળજી ઉકલે. અત્યાર લગી પણ છના છક્કામાં રહેલાને તથા પ્રકારના દેવ ગુરૂ અને ધર્મને સેવતા હતા. ત્યાં સુધી લૌકિક મિથ્યાત્વ હતું. દયાળ કેણ કહેવાય? - છના છક્કાવાળા દેવ ગુરૂ અને ધર્મથી આહારાદિક છક્કાનું પોષણ કરે. અને આવે ત્યાં સુધી લૌકિક મિથ્યાત્વ. છના છટકાથી બહાર રહેલા–દેવ ગુરુ અને ધર્મથી છનું પિષણ માગે તે લોકોત્તર મિથ્યાત્વ. તીર્થકર સુદેવ શાથી? છના છક્કાથી ખસેલા છે માટે તે મુદેવ. જિનેશ્વર દેવ સુદેવ કેમ ? એક જ કારણથી કે છના છક્કામાંથી નીકલી ગયા છે. એવી રીતે સુગરને શાથી માનીએ છીએ? છના છટકામાંથી નીકલવા કેડ બાંધી છે, તેમ જે જે છના છટકામાંથી નીકલવા માગે તેને મદદ કરે છે માટે તે સુગુરુ. દયાળુ મનુષ્ય એમ બેલી નહિં શકે કે ઉંદરમાં તાકાત હોય તે બલાડીથી બચે. ચકલીમાં તાકાત હોય તે વાંદરાથી બચે. આવું કહેનારે દયાળુ કહી શકાય ખરો? દયાળુ કાણુ કહેવાય ? જે બચવા માગતો હોય તેની વારે ધાય, બચવા માગનારને માટે અનેક પ્રયત્ન કરે અને બચાવવા જાવ તે દયાળુ. બચાવવા લાયક છે, બચવું સારૂં છે, એનામાં તાકાત હોય તો બચે, એને દયાળુ કહી શકે છે? જે એક ઊંદર, એક બિલાડી અને એક પારેવાને બચાવવાને માટે પ્રયત્નશીલ થાય, બચાવવા બનતી મહેનત કરે તે જ દયાળુ કહેવાય, તેમ અહીં જેઓ છકાયના છક્કામાં અથવા તો છકકાયના પંજામાં સંકડાએલા હોય તે આહારાદિકના છક્કામાંથી છૂટી જાય તે સારૂં એવો વિચાર કરે એટલા માત્રથી દયાળુ કહેવાય ? જેવી રીતે દયાળુ થનારને