SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રવચન ૭૮ મું છોડીને જાવ છો તેમ જવાનું નથી, પણ ફેર ઘરે ન જવું, તેની સાથે સંબંધ જ ન રાખવો. જે માનસિક દઢ સંક૯૫ ધારીને ઘર છોડીને જ ચાલ્યા જવું. એ મુદ્દાએ પ્રાણ ત્ર નં પ્રત્રકથા એવો શબ્દ લીધો છે. દીક્ષા શબ્દ ન કહેતાં પ્રત્રજ્યા કહેવાનું કારણ શું? જેમ વ્યસનીને મનથી વ્યસન છૂટે કે ન છૂટે પણ વગર મને વ્યસન છોડવા માંડયું તેજ છૂટવાનું. વ્યસનને પૂછીને છોડવા માંગે તો કયારે ટે? જેને અફીણ ભાંગ કે ગાંજાનું વ્યસન છે તે છેડીશું છોડીશું એમ કરે તો વ્યસન ક્યારે છૂટે? એ તે મને કે કમને વ્યસનથી દૂર થાય, તેનું જ વ્યસન છૂટે. વગર મને પણ વ્યસનના સાધનથી દૂર રહે તો વ્યસન આપોઆપ છૂટી જાય. કેમ થશે, કેમ કરૂં, એવાથી વ્યસનો છૂટતા જ નથી. જેઓ ઘર સંસાર ત્યાગ કરતાં કેમ છોડું, કેમ કરૂં, શું થશે? તેવાથી કોઈ દિવસ ઘર બાર વાડી બંગલા છુટવાના નથી. અરે વ્યસનનું મન છતાં વ્યસનની વસ્તુ બંધ કરે તો જ વ્યસન છોડી શકે છે. સરકારને પણ દારૂડીયા ઓછા કરવા હોય ત્યારે શું કરે છે? એ વસ્તુની અછત કરે એટલે અંતે આપોઆપ વ્યસન ઓછું થઈ જાય છે. તેવી રીતે બાયડી છોકરાનું આ જીવને વ્યસન લાગ્યું છે. એ વ્યસન છોડું એમ નમાલા વિચારથી આ ભયંકર વ્યસન છૂટે નહિ. આહારાદિક પાંચ ઝાંખરાં આપણે સતી થવા નીકળવું છે ને ઘેર તાળાનો બંદોબસ્ત કરવો છે. તેવી રીતે ત્યાગી થનારાને ફલાણાનું શું થશે તે વિચાર કરવાને હોય જ નહિં. તમે કેટલી સિધી સ્થિતિમાં છે છતાં પણ છોડતાં ડચકા ખાઓ છે. રાજા મહારાજા ચક્રવર્તીઓ બધું ચકખું કરવા માંગે તે કઈ જિંદગીએ ચોકખું કરી શકે? માટે પણ ત્રાનું પ્રત્રકથા તેવી રીતે જ્યારે આત્મા સતી સ્ત્રી જેવો શૂરવીર બનશે ત્યારે જ સવથા સંસારમાંથી નીકળી શકશે. હું ત્યાગી થાઊં તે મારા ભાઈનું મારા આપનું મારી બાયડીનું આમ થઈ જાય. સમજે કે અત્યારે તે તે બધું ચોકખું કર્યું ને પછી નવું જુનું થયું તો ? અત્યારે હજારોની મિલકત આપીને આવ્યો પણ પછી લૂંટાઈ ગઈ તો શું? તે વખત એક જ ધારી શકે કે એના નસીબમાં હશે તે થશે. તે વખત નશીબ ધારીશ, તે અત્યારે નશીબ ધારવામાં તારૂં મન ક્યાં ઊંઘી ગયું છે? તો પછી આડા -અવળા શાને વિચાર કરે છે? જેને પ્રકર્ષથી વજનં ન હોય તે જ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy