SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પ્રવચન ૭૬ મું આમની સર્વ પ્રકારના નિષ્પા૫પણની રીતિ પાળવા તૈયાર થઈને . મહાવીરના મોટા બેટા બને. દિલ્હીના મંગલ પાદશાહને ગુલામ બને એ મેવાડી કુમારપણું શી રીતે ઓળખાવે? ભગવાન મહાવીરનો દેશ કો? વિરતિ દેશ નિરારંભરૂપ નિર્મલ દેશ. નિષ્પરિગ્રહ રૂપ પાવન પ્રદેશ. એ દેશની રીતિને નહિં સમજનાર બકે શ્રી મહાવીરના વર્તનને નહિ વિચારનાર વિષયના વિશાળ પ્રદેશ ને કષાયના કંગાળ પ્રદેશ પ્રત્યે અભિમાન ધરાવનારા સાથે અહીં બાપામારીનું વેર છે. બીજું પગથીયું: કદાચ મંગલ પાદશાહ પરાણે આધીન રાખ્યો હોય પણ અંદરથી જય તે મેવાડની ઈચ્છવાવાળા હોય. જેઓ આરંભ વિષય કષાય રૂપ ઘરબારના સકંજામાં આવી ગએલા હેય, નીકળી ન શક્યા હોય છતાં અંદરથી મેવાડની મહત્તા ઈચ્છવાવાળા, વટલેલા છતાં રજપૂત થવાને લાયક. જેઓ મેવાડની મહત્તા સાંખી શક્યા તેમને મુસલમાનમાંથી રજપૂતે કર્યા છે. પહેલી શરત એ કરી કે ઉદેપુરની કુંવરીને છોકરે હોય તેજ પાટવી કુંવર થાય. હાય જેટલી રાણીઓ હોય, ઉદેપુરનું બીજ પટરાણું ગણાય. આ મેગલોમાં ભળેલા રાજાએ મહારાણીની કિંમત અને પાટવી કુંવરની કિંમત કેટલી ગણી? પિતાની કુંવરીના પટરાણીપણાના હકો અને પાટવી કુંવરપણાના હક જતા કર્યા ત્યારે તે પાછળથી રજપૂત થએલા વફાદાર કહેવાયા. તમે મેહ મેગલની ગુલામીમાં મહાલનારા શ્રી મહાવીરના સિદ્ધાંત વખતે બધા હકે જતા કરે. જેમ ઉદેપુરની કુંવરી ચાહે તેટલી નાની હોય છતાં તે મહારાણી. તેને જ કુંવર રાજગાદીને માલિક. આ બે શરત મોગલના ગુલામોને કબૂલ કરવી પડી હતી. ત્યારે જ પાછળથી રજપૂત બનીને શુદ્ધવર્ણમાં રહી શક્યા. જે મહાવીરના પુત્ર તરીકે બલકે વંશ જ તરીકે રહેવું હોય તો કબૂલ કરવું પડશે કે ધર્મનું ત્યાગનું તીર્થનું શાસનનું કામ હોય ત્યાં સગાવહાલા ભાઈભાંડુ અને બાયડી છોકરા વિગેરેને હક ના કબૂલ કરતાં શીખો. હવે વિચારો કે તમે આ સ્થિતિમાં આવ્યા છે? આ સ્થિતિમાં આવે તે સામ્યકત્વની સીડીનું બીજું પગથીયું છે. જૈનપણની જડ નિગ્રન્થપણુમાં છે ત્યાગ વૈરાગ્ય વ્રત પચ્ચખાણ ઉપાશ્રય વિરતિ તીર્થદેવ ગુરૂ ધર્મના કામ વખતે તેમનો હક પહેલો અને બાયડી છોકરાને હક
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy