________________
૧૯૮
પ્રવચન હદ સુ
ધર્મી—એમ તેણે જણાવ્યું. આ બધામાં એકે જગતને જાગ્રત કરનારા નથી. કસાઈ ખેડૂત અને વેશ્યા એ ત્રણમાંથી એકે જગતને જાગ્રત રાખનારા નથી. જગતને જાગ્રત ફક્ત હું જ રાખું છું. અમારી હૈયાતીથી જગત સાવચેત રહે છે, પણ આ બધા પેાતાના લાલે પરના લાભ કરે છે. અમે તા મરણાંત કષ્ટના સેઢે પરાપગાર કરીએ છીએ. પહેલાના કાળમાં ચારી કરનારના હાથ કાપતાં અને વધારેમાં ફાંસી પણ થતી હતી, તે સભાની જાણ બહાર ન હેય. એટલું જ નહિં પણ દુનીયાના લગભગ અડધા ભાગ અમારા વડે જ અમન–ચમન કરે છે. ચાર કહે છે કે અમારી સત્તા હૈયાતી હાવાથી તમે આ ચાકીદારો અધિકારીઓ અને કાટ વિગેરેને પાષા છે. ચાર જેવી ચીજ દુનીયામાં ન હોત તા ઘેર ચાકીદાર કાણુ રાખતે ? પેાલીસ ચેાકીદારની આજીવિકા અમારે લીધે જ ચાલે છે. લુહારી પાસે સાંકળેા તાળા કળા તીજોરી કરાવા છે તે કેના પ્રતાપે ? કહે કે અમારા પ્રતાપે. સુથારા પાસે કમાડા પેટી પટારા કરાવા છે, તેને રોટલા કેાના પ્રતાપે મળે છે? અમારા પ્રતાપે જ તે બધા રોટલા ભેળા થાય છે. જે અમારી હૈયાતી નાબૂદ થઈ જાય તા આ બધાનું શું થાય? માટે અમે દુઃખ વેઠીને મરણાંત દુઃખના સાદાએ અમે જગતને આટલા ઉપગાર કરીએ છીએ. અધિકારીએ. વિચારે છે કે ત્યારે તેા આ હિસાબે આખું જગત ધર્મી થઈ જાય. આખા પ્રધાન મંડળમાં નિ ય થયા કે—મનુષ્ય પાતાના કર્તવ્યોના આડીઅવળી રીતિએ પણ ધર્મમાં ઠોકી બેસાડે છે અને પેાતાને ધર્મી ગણાવે છે.
ધર્મી કયારે કહેવાય ?
એક પણ પ્રધાન કે દરખારી માણસ ખરો ધર્મ કહી શકે તેમ નથી અને ધર્મી તરીકે માની શકે તેમ નથી. હવે અભયકુમારે કહ્યું કે નિ ય થઈ ગયા. પોતપોતાના કાર્યથી સર્વે ધર્માં કહી દે છે. હવે આપણે કાળા મહેલમાં તપાસીએ કે ત્યાં કાઇ છે ? કાળા મહેલ તરફ દરબારના માણસા વિગેરે આવે છે, ત્યાં કોઈ જણાતુ નથી. ઉપલકીયા તપાસ માત્ર કરવાથી કાઈ નથી તેમ કહી દે છે. અભયકુમાર કહે છે કે તપાસ પૂરી કરવી. 'ગલામાં ફરીયે ને કાઈ નથી એમ માલમ પડે તે કાઈ નથી એમ કહી શકીએ, માટે ચાલા મહેલની અદર જઈ એ. પ્રધાન મ′ડળ, દરખાર મંડળ, અભયકુમાર વિગેરે કાળા મહેલમાં જાય.