SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રવચન ૭૫ મું પક્ષમાં લઈ ફેંચ પોર્ટુગીજને કાઢી મૂક્યા. અને ફ્રેન્ચ વિગેરે ગયા એટલે દેશી રાજ્યો મરેલા પડયા હતા. એવા નિર્બળ શત્રુની મદદ લેવી કે જે તેની મદદથી જબરા શત્રુને જીતી શકીએ. તેવી મદદ લીધી હોય તે તે હંમેશને ગુલામ રહે, તેજ રીતિ અહીં લીધી છે. કર્મને બે છોકરા એક પુણ્ય ને બીજે પાપ પુણ્યને પક્ષ લે કે પાપનો? પાપનો પક્ષ લઈ એ તે પુણ્ય છતાય તેવું નથી. પુણ્યનો પક્ષ લેતાં પાપ છતાય તેવું છે. પાપ ટકે ત્યાં સુધી જ પુણ્ય આવે. પાપ આવવું બંધ થાય તે પુણ્ય આવીને અરધી મિનિટ પણ ઘર કરી શકે નહિ. કારણ? પુણ્ય કર્મ બાંધે તે તેની સ્થિતિ કોને આધીન છે. રાગ-દ્વેષને આધીને છે. રાગદ્વેષ પાપમય છે. પુણ્યનું ટકવું કોને આધીન થયું ? પાપને આધીન. પાપશત્રુને દૂર કરવા પુણ્ય શત્રુને પક્ષ લે તે ભેદ નીતિ છે. બધી પુણ્ય પ્રકૃતિ તપાસીએ. માત્ર શાતા વેદનીય સિવાયની પુણ્ય પ્રકૃતિ આવે ક્યારે ? જ્યારે કષાય હોય ત્યારે. આટલા માટે જ દેખ્યું કે પુણ્યને પડખામાં લઈશ તે પાપ જશે અને પછી પુણ્યને કાઢવું સહેલું છે પાપના પલાયન થયા પછી પુણ્ય આપોઆપ મરેલું જ છે. ક્રૂરતાનું પ્રાથમિક શિક્ષણ હવે ઉદયની અપેક્ષાએ કહીએ. પ્રબળ પુણ્ય પણ ભોગવવામાં માત્ર આઠ સમયજ જોઈએ. પાપને ઉદય અનંતા ભવ સુધી ભેગવીએ તે પણ પાર ન આવે. પાપ અને પુણ્ય એ એકજ કુંડીના કકડા છે. જે કુંડીને કકડે પાપ, તેજ કુંડીને ક્રડો પુણ્ય. પાપ પ્રતિકૂળતા કરનારૂં ને કાઢયું જાય તેવું નથી. પુણ્ય અનુકૂળતાએ ચાલ્યા જવાવાળું છે. ભેદનીતિએ પુણ્ય સારું ગણવામાં આવેલું છે, પણ મિત્ર નથી બલકે શત્રુ છે. સિદ્ધાંત થયો કે કર્મ શત્રુ જ છે. જગતમાં કર્મ સિવાય જૈનને કોઈ શત્રુ નથી. કાંતો કર્મ કાંતે શત્રુ, આબે શબ્દ સાથે વાપરી શકાય નહિં, માટે એક જ શબ્દ વાપરે દિંતાળ એવું કુર વચન કેમ? પહેલાં જ કૂરતાવાળાને જે નમસ્કાર અને બોલવા વર્તવાવાળાને ક્રૂર કાર્ય કરવાનું કહે છે, પણ તેના તરફ? બાહ્ય પદાર્થો તરફ નહીં. આત્માના અવગુણ-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અજ્ઞાન તરફ ક્રૂરતા કેળવવાની છે. આત્માને રખડાવનાર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy