________________
णमोत्थु णं अणुओगधारीणं શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણું
વિભાગ બીજો પ્રવચનકાર–પ. પૂ. આગદ્ધારક આશ્રીઆનન્દસાગરસૂરિજી મહારાજ
અવતરણકાર-આચાર્ય શ્રીહેમસાગરસૂરિમહારાજ સ્થળ–શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ સમય–સં. ૧૯૮૮ અષાડશુદિ ૧૧ *
પ્રવચન પ૫ મું सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥१॥ (तत्त्वार्थ कारिका)
શાસ્ત્રકાર મહારાજા ભગવાન ઉમાસ્વામિજી મહારાજા ભવ્ય પ્રાણીએના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં થકાં જણાવે છે કે-આ જીવ અનાદિકાળથી રખડે છે, તે પ્રયત્ન વગર આળસથી જ રખડે છે, તેમ નથી. એક પણ ભવમાં આ જીવ ઉદ્યમ કર્યા વગર રહી નથી. ઉદ્યમમાં સાધ્ય એકજ. જગતના તમામ જીવોને અંગે વિચારીએ તે એકજ સાધ્યથી દરેક પ્રવૃત્તિ કરી રહેલ છે. કોઈ ધન માલ મિલકત કુટુંબ વિગેરે માટે પ્રવૃત્તિ કરે છે. છતાં ધ્યેય એકજ છે. સાધનની પ્રવૃત્તિ જુદી જુદી પણ ધ્યેય ત્રણે જગતના જીવોનું એક જ, સુખપ્રાપ્તિ. ચાહે બંગલા ઘર કુટુંબ કબીલા, ચાહે એ માટે મહેનત કરે પણ બધી મહેનતમાં પ્રાપ્ત કરવાનું ધ્યેય માત્ર સુખ, તે સિવાય કશું બીજુ ધ્યેય રહેલું નથી. પ્રવૃત્તિના ભેદ માત્ર તે સાધનભેદ. સાધ્ય ભિન્ન નથી. ચાહે ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વી, સમ્યક્ત્વી, ત્યાગી, ભેગી, બધાનું ધ્યેય કેવળ સુખજ. હવે વિચારે આખું જગત સુખને જ ધ્યેય રાખે છે. એટલા માટે શ્રીહેમચંદ્રાચાર્યસૂરીશ્વરજીને બીજાને લેક ફેર પડે. બીજાએ યાત્મવત સર્વભૂતે ઃ પતિ