________________
૧૬૬
પ્રવચન ૭૩ મું
માનીએ છીએ તે છેટું છે? જિનેશ્વરે કહ્યા માત્રથી બધા તને માનવાનું ન રહ્યું. ઘણાં પદાર્થો હેતુ દષ્ટાંતથી ગ્રાહ્ય છે. હેતુ દષ્ટાંત હોવા છતાં જે આજ્ઞા ગ્રાહ્ય કહીએ તો વિરાધક બનીએ ખરા કે નહિં? શંકા વ્યાજબી છે? પણ એક પરિણામ દાતારને કલ્યાણ કરનાર હોય ને ભિક્ષુકનું કલ્યાણ કરનાર ન હોય. ન્યાયથી પૈસા ઉપાર્જન કરવામાં અનંતી પાપરાશિ બંધાય
ગૃહસ્થે વિચારવાનું કે મારી ચીજો ખરેખર ઉપયોગ ગુરુપાત્રમાં વાપરું તેજ કહેવાય. બાયડી-છોકરાં માટે વાપરીશ તે લેહીથી ખરડાયલું કપડું લેહીથી ધેવું છે. પદાર્થ પેદા કરતાં પાપ કર્યું ને ખરચતાં પણ પાપ પરિગ્રહ સંજ્ઞાએ પાપ બાંધ્યું છે. વળી માબાપને છોકરાને નેહ તે મોહનીય કર્મ. મેહનીય કર્મથી મેળવ્યું ને મેહનીય કર્મથી ખસ્યું. ન્યાયથી એક કેડી ઉપાર્જન કરવામાં આવે છે તેમાં પણ અનંતી પાપરાશિ જીવ બાંધે છે. તે અન્યાયના માટે તો પૂછવું જ શું? અન્યાયથી ઉપાર્જનમાં પાપ માનવાને તયાર છીએ. પણ ન્યાયથી ઉપાર્જન કરવામાં આવે તેમાં અનંતી પાપરાશિ શી રીતે? શંકા સ્વાભાવિક છે? પણ ધ્યાનમાં રાખજે કે કુલીન સ્ત્રી પીયર ભાગી જઈશ એવું બોલે તે અયુક્ત છે. કુલીનતામાં એ વચન ન શેભે. પારકા ઘરમાં જવાનું કહે તે ખરાબ પણ પીયર જવાનું કહે તેમાં કાંઈ અયોગ્યતા છે? છતાં કુલીનતાની અપેક્ષાએ વિચારીએ તે ધણીની સાથે છાયાની માફક બંધાયેલી છે. દુનિયાદારીની ખટપટ હજાર થાય તો નડતું નથી. તમારે તો દીક્ષાની. દુશ્મનાવટ છે. નહિતર બીજી બાજુ કેમ ધ્યાન નથી અપાતું? નહિતર નાતજાતમાં ઘેર-ઘેર, ભાઈ-ભાઈમાં, પુત્ર–પિતામાં, મા-દીકરીમાં લડાઈ થાય છે ત્યાં કેમ દેડી જતાં નથી? વહારે દોડી જવા માટે કઈ સંસ્થા ખેલી છે? તમને એ દુઃખની દરકાર નથી. માને વહુ અને છોકરે પજવે તેને દુઃખ નથી ગણતાં, બાયડીને ખોટી રીતે ઘણું પજવતે હાય-વહુ સાસુને પજવતી હોય, શેઠ નોકરને પજવતા હોય, તે બધાને દુખે તમે ગણે છે કે કેમ? એ નિકાલ કરવા કમિટી કોઈ નીકળી કે નહિ? આપણે ઘેર એ રેલો આવશે, બલા વળગશે, માટે કમિટી નથી નીમાતી. બાઈના દુઃખની દરકાર તો નથી ને ? જ્યાં દીક્ષાની વાત આવે ત્યાં બાઈની દયા માટે ઉભરાઈ જાય છે, કારણ કે