SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો ૧પપ સંબંધ તે તેના ઉપદેશકો, ક્રિયા અને ક્રિયાના સાધન તેની જરૂર. શી? આત્માને સંબંધ સીધો ધમ સાથે, ધમને આત્મા સાથે, ઉપદેશક વિગેરે બીનજરૂરી પદાર્થો છે. જેમ ઘડા સાથે ચક્ર, દંડ, કુંભાર નથી, ઘડે કેવળ માટીરૂપ જ છે, પણ કુંભાર, દંડ, ચક સિવાય ઘડે બને નહીં. તેવી રીતે કિયા, તેના સાધનો ને ઉપદેશકો સિવાય પરિણામ બને જ નહીં. પરિણામનો માબાપ કોણ? ખેતર કયું? પરિણામનું ક્ષેત્ર, આત્મા ઉપદેશક એ જ ક્ષેત્ર. ક્રિયા પરિણામની માતા. ક્રિયાના સાધને એજ પરિણામને પીતા. છોકરા સાથે માબાપ ન દેખીએ છતાં છોકરાની હૈયાતી માબાપની ઉત્પત્તિ ક્ષેત્રથી, તેવી રીતે શુદ્ધ પરિણામ એજ ધર્મ. જે ક્રિયા અને ક્રિયાઓના સાધનો અને ઉપદેશકોને ન દેખીએ તો પણ તે વગર તે શુદ્ધ થાય. પરિણામ રૂપ ધર્મની ઉત્પત્તિ ન થાય. કિયા ન હોય તે પરિણામની. ઉત્પત્તિ થાય નહીં. ભરત મહારાજા આરિલાભુવનમાં કેળવજ્ઞાન પામ્યા. તેમ તે કિયા ક્યાં ગઈ હતી ? ભાવનાની જડ પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુપણામાં હતા છતાં નરકના દળીયાં બાંધ્યાં, કિયા છતાં નરકનાં દળીયાં બંધાય તે કિયાને કારણ તરીકે કેમ મનાય? પણ બે ભાઈબંધ મુસાફરીમાં જતા હતા, તેમાં એકે આગળ હાથણી જવાનું કહ્યું, તે કાણું છે, ત્યારે બીજાએ પ્રશ્ન કર્યો કે હાથી તે પગલા ઉપરથી માલમ પડે પણ હાથણી શાથી જાણી? અમુક જગો પર હાથણીએ પીસાબ કર્યો છે, તે પગની પાછળથી પીસાબ કરેલો છે, તેથી હાથણી છે. પણ કોણ છે તે શાથી જાણ્યું? કાણાપણું સામે હોય તે જ જણાય. પેલાએ જવાબ આપ્યો કે એક બાજુની વાડના વેલા તોડીને ખાધા છે, પણ બીજી બાજુના વેલાને સૂંઢ લગાડી જ નથી. તેથી કાણી હાથણનો નિર્ણય થયો. તેવી રીતે ભરત મહારાજાની વાત આજુબાજુથી તપાસે નહીં, પણની એક બીના પકડીને ઉપાડી. લીધી હોય તે તેવા કાણી હાથણ જેવા એક જ વસ્તુ પકડે છે. બીજી જોડે રહેલી છે છતાં પકડતું નથી. (તમે પર્યુષણમાં) આરિસાભુવનમાંઆરિસાની સામે દેખતાં પહેલાં વીંટી વગરની આંગળી નિહાળી? ભાવનાની જડ ક્યાં? આટલા વર્ષો સુધી વીંટીવાળી આંગળી તેઓ રેજ નેતા હતા, તે કેમ કેવળજ્ઞાન ન થયું? કહો આ જ પર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy