SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આગમેાદ્ધારક પ્રવચન શ્રેણી ગરાસીયા બહાર ગયો છે, ત્યાં ધાડ પડી. એકલા ઝૂઝયો, ધાડ પાછી વાળી. ગામ લાકે તેને પાંચસો રૂપીઆ ઇનામ આપ્યા. રૂપીઆ લઇને આવે છે, ત્યાં વાણીયો બહાર મળ્યો. વાણીયાને ખબર નથી કે ૫૦૦ તેની પાસે છે. પણ શેઠ, સાહુકાર, વેપારીના રીવાજ છે કે મળે ત્યારે ટકોર કરે, ઝાડે જંગલ જતા હોય તો પણ ઉઘરાણી કરે. વરસાદ વરસતો હોય, શેઠ દેખે કે કાંઇ મળવાનું નથી, પણ શેઠ એક આંટો ખવડાવે, આવો ઉઘરાણીના રીવાજ છે. દેવું તાજું કરવું. વાણીયો કહે, કેમ ? મારા રૂપીઆ ? પેલા કહે કે લે ભાઇ. આ તારા રૂપિયા. વાણી વિચારમાં પડયો કે મારશે કે ઝૂડશે, પણ પેલા ગરાસીયાએ તે ખરેખરા ઝાડ નીચે બેસીને રૂા. ૫૦૦ ગણી આપ્યા. ભાર ઉતરી ગયો. ગરાસીયા પોતાને ઠેકાણે ગયો. દસ્તાવેજ ફડાવ્યો નથી. હવે વાણીયે શું કર્યું ? કેમ ઠાકરડા ! દેવા લેવાની વાત નથી. વાણીયો દેખે છે. આ રસ્તે, થોડી મુદત થઇ એટલે વળી કહેવા લાગ્યો, કેમ ઠાકરડા ! વિચાર કરશે કાંઇ ? શું એક વખત લેણદેણ થઇ તા ફરી દેણ લેણ ન કરવી ? હવે તો કાંઇ કાળજાં કુણુ થાય તો સારૂ છે. શું છે, ભાઇ! ૫૦૦ની રકમ બોલે છે. ચેાપડામાં ૫૦૦ની રકમ તમારે નામે બોલે છે. પેલા વાણીઆએ ગરાસીયાને કહ્યુ, ખાવાનો રોટલો મળે નહિ તો એક સાથે પ૦૦ આપ્યા શી રીતે ? કાયદો સત્યને શોધતા નથી પણ સાબિતીને શોધે છે, સાબિતી તેની પાસે છે નહિ. વાણીયે ફરીયાદ કરી. આવી રીતે રૂપીઆ લે છે તે પાછા આપતો નથી. સીધા રૂપી આપતો નથી. આવી રીતે હજુ જિંદગી કાઢવી છે, કોઇ ફેર ધીરશે નહીં. ગરાસીયા કહે છે કે ૫૦૦ દેવાના હતા તે કબુલ પણ તેને રૂા. પાંચસા મે’ આપ્યા છે. એકી કલમે ૫૦૦ આપ્યા તે શી રીતે માનવું? પેલા બિચારાએ સાચે સાચું કહી આપ્યું કે જંગલમાં ગણી આપ્યા છે, પણ દીવાને તદ્દન ખોટું માન્યું. હજુ ઘેર કે દુકાને અથવા બીજાને ઘેર આપ્યા હોય તો માની શકાય કે આપ્યા પણ જં ગલમાં, વાણીએ એકલા હોય. છેવટે વળાવા તા હોવા જોઇએ. સાક્ષી લાવવી પડે એટલે વળાવા ન હતા. ૭૪ આ તા રાજને ઠગવા બેઠો છે. અકકલવાળા રાજના કર્મચારીઓ, બોલે કાં અને બહેકાવે કયાં ? દીવાને કહી દીધું કે રાજમાં પાલ નહીં ચાલે. પારકાના નાણાં નહીં ડૂબાડાય, હા વિચાર કર. બપારે દીવાને ઘેર બોલાવ્યો. સાચે સાચું બોલ. પગરખા કે ધોતીયા લાવવા હોય તો કોઇ મને ધીરે એમ નથી. લાણે ગામ ધાડમાં મદદ કરી. જોર દેવું પડયું તેથી ખુશી થઇ. તેણે મને રૂા. ૫૦૦-- આપ્યા હતા, તે મેં વાણીઆને રસ્તામાં મળવાથી તરત ગણી આપ્યા. સાચી વાત, પણ શાહુકારે સખ્યું તેનું કેમ કાપવું ? તેનું ખાતું છે. દસ્તાવેજ છે. સહી છે. ખાતામાં ઉધર્યા છે, ખાતું ચાલ્યું છે. વળતી એક રકમ નથી, મેં પણ રકમ જન્મે કરાવી નથી. આ માણસ સાચો છે પણ સાચાની સાબિતી આની પાસે નથી. ગણીને તો આપ્યા હશે ને ? બેઠા તા હશાને ? બેઠા હતા કયાં ? પેલા ઝાડ નીચે. લાણા ઝાડની નીચે બેઠા હતા. આ બધું જજે સાંભળી તેને વિદાય કર્યો. બીજે દહાડે વાણીયા તથા ગરાસીયા આવ્યો. કેમ ગરાશીયા ! હવે વિચાર્યું કે નહિ ? શાહુકારના રૂપી ભરી દે,
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy