SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૮મું એને સંશા નથી. ખાઉં ખાઉં ને ખાઉં–આરી દેખાડે તેપણ બચકું ભરવા જાય. દેખવાનું નહીં, એકજ સંજ્ઞા છે. આખા જગતમાં જે છે તે ખાવાની ચીજ છે. ખાવા સિવાય બીજા કામની કોઈ ચીજ તેને મન નથી. એક રસના વિષય હોવાથી તેને આખું જગત રસના વિષય, આપણને પુદ્ગલની મમતા એજ વિષય, બચ્ચાને એકલી ખાવાની સંજ્ઞા તેમ તમને પગલ પરિગ્રહની સંશા, પૌલિક ભાવની સંજ્ઞા, એ સંશા હોવાથી છ વરસને થાય તે પણ મિલકત કે મહાજન એ કલ્પનામાં પણ નથી. આબરૂની તેને કલ્પના નથી. આપણને આ અનાદિ આત્મા અનંતકાળ સુધી તેમાં રહ્યો. હજુ મારું શું તે સમજ્યો નથી. છોકરો માત્ર ખાવાનું સમજે છે તેમ આ યુગલની મમતા સમજે છે. કરવા ગયો આહાર, તેમાંથી શરીર, ઇંદ્રિ, વિષયો ચોંટયા–વળગ્યા. અખો કહે –“વસ્તુ પામવા ગયો નવી પણ પેટ પયા લે ભેગવી.’ આ દશામાં આત્મા શું-એ તપાસવા તૈયાર નથી. આંખ સરખી આત્માની ખોડ આંખ છે. એ આંખ જિંદગીનું જવાહર છે. આંખ એ કીંમતી પણ આંખમાં મોટો એક અવગુણ રહેલો છે. ખ અને આત્મા અખિલ વિશ્વને વિલેકે, પણ પોતાને પારખે નહીં. થાંભલાદિક બધા જગતને જાએ પણ આંખ પિતાને ન જુએ એવી જાતને આત્મા; આત્મા-હાટ, હવેલી, શરીરની બધી ચિંતા કરે પણ એવીશ ક્લાકમાં હું કોણ? મારી શી સ્થિતિ ને દશા કઈ એ ક્યારે જોયું? આવી સમજણની સ્થિતિમાં આ ભવ જાય તે અણસમજમાં અનંતા ભવ જાય તેમાં નવાઈ શી? આર્યક્ષેત્ર વિગેરે અનુકૂળ દશામાં ઉચ્ચદશામાં પણ આત્મા આત્માને ઓળખતા નથી તે નીચ દશામાં આત્મા, આત્માને શી રીતે ઓળખે ? આત્મા અનાદિ કાળથી રખડે છે કેમ ? મધળો જોતા કેમ નથી? આંધળે કહ્યો એટલે જોતા જ નથી એ પ્રશ્ન રહેતો નથી. તેમ અવળે માર્ગે મહાલત આ આત્મા રખડે છે કેમ ? એ પ્રશ્ન જ કેમ હોય? અભણ ઉકેલતો કેમ નથી ? તારા પ્રશ્નમાં જ તારે ઉત્તર આવી ગયો, પછી અભણ ઉકેલતે નથી એ પ્રશ્નને અવકાશ નથી. તેમ આવી પલિક દશામાં રાચનાર પાલિક વસ્તુમાં મમતા હોવાથી રખડે એમાં પ્રશ્ન જ નથી. આ આત્માને ન જાણનાર આત્મા અનાદિથી રખડે એમાં પ્રશ્ન જ ન હોય. પ્રશ્ન કર્યાં હોય? આત્માનું અવલોકન કરનાર કેમ અટવાય છે? પાપને ખરાબ ને પુન્ય ને સારૂ. આશ્રવ બંધ હય, સંવર નિર્ભર આદરણીય માને. મેમની ઈચ્છા છે એવો આત્મા અટવાય છે કેમ? ચોકખી આંખવાળ અટવાય તેમાં વિચાર. જન્મથી મરણ સુધી દેખીએ તે આંખ અન્યનું અવલોકન કરે, પણ પોતાનું અવલોકન કરતી નથી. તેમ આત્મા આખું જીવન, આહાર, શરીર, ઈદ્રિ, ને તેના સાધનેને દેખે છે. આત્માને આત્માએ દેખ્યો નથી. ગુલામ પાસે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy