SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૫ મું વિધિ હેતુ દૃષ્ટાંતના વાકયેા અનુક્રમે વધારે અસર કરનાર થાય. અહીં પણ જે આત્મકલ્યાણ—એ કરવાની શકયતા, સર્વ કર્મરહિત મોક્ષે જાય, તો કોઈ ગયા? તો જવાય છે. આ રસ્તે જવાય એમ માનીએ અને એ રસ્તે જવાના પ્રયત્ન કરીએ, ને કોઈ ગયો એમ માલુમ ન પડે તે આત્મા ઉલ્લાસમાં ન આવે. સેંકડો શિખામણનાં વાકયો કરતાં એક દલીલનું વાકય અસર કરે અને તે કરતાં વળી એક દૃષ્ટાંત વધારે અસર કરે. વિધિ, હેતુ અને દૃષ્ટાંતના વાકયો, અનુક્રમે જબરજસ્ત અસર કરનારા છે. દ્રવ્યાનુયોગમાં વર્ગણા-કર્મ બાંધવાના, તે રોકવાના, તે તોડવાના અને આત્માના ગુણો વિગેરે જણાવ્યું. સિદ્ધ થઈ શકે તે જણાવ્યા છતાં કોઈએ કર્મ બંધ રોકયો? સર્વગુણને કોઈએ પ્રગટ કર્યા અને સિદ્ધિ દશા મેળવી? એનું સમાધાન ક્યારે? તોકે એવું દૃષ્ટાંત બતાવો ત્યારે. ૩૦ ત્રણ અનુયાગમાં આદર્શ નથી, જ્યારે ધર્મકથાનુયોગમાં આદર્શે છે બીજી બાજુ દ્રવ્યાનુયોગ ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનો આદર્શ નથી પણ ધર્મકથાનુયોગના જબરજસ્ત આદર્શ છે. સિદ્ધાચળ ઉપર જઈ કયા આદર્શ ધરો? તો કે ભગવાન ઋષભદેવજીના ગણધર પુંડરિક સ્વામી પાંચ ક્રોડ મુનિરાજ સાથે મોકો ગયા. ‘તને આ ક્ષેત્રના પ્રભાવથી અને તારા પરિવારને પણ આ ક્ષેત્રના પ્રભાવથી કેવળ શાન થશે.’ આવા ભગવાનના વાકયથી પુંડરિક સ્વામી સિદ્ધાચળ ઉપર જ રહ્યા ને ત્યાંજ અણુસણ કરી માહા પામ્યા. ચાહે ગિરનાર શિખરજી, ચંપાપુરી જેવા તીર્થો પણ એ બધા આદર્શો શાના! ધર્મસ્થાનુયોગના આદર્શો છે. ધર્મકથાનુયોગમાં બીજા અનુયોગના અધિકાર ભલે આવી જાય. પણ મુખ્યતાઓ આદર્શ કોના ? તમામ તીર્થસ્થાનોના આદર્શ કયો ? સ્થાપનાચાય વગર વ્યાખ્યાન કરે તેમાં પ્રાયશ્ચિત્ત કેમ ? અરે આપણે સ્થાપનાજી વચમાં પધરાવ્યા શા માટે? કહો કે ધર્મકથાના આદર્શ છે. શી રીતે? તીર્થ ંકર મહારાજાઓ જેમ સમવસરણમાં બેસે છે, તેમ સમવસરણની કલ્પના કરી, નીચે જમીનનું તળિયું, પહેલા ગઢ, બીજો ગઢ અને ત્રીજો ગઢ. સમવસરણની કલ્પના કર્યા સિવાય વ્યાખ્યાન દેવાના હક નથી. સમસરણની સ્થાપના કર્યા વગર વ્યાખ્યાન દેતા પ્રાયશ્ચિત્ત. કયા મુદ્દાથી આચાર્ય ભગવાનને વચમાં પધરાવ્યા છે? તથા ત્રણ બાજોઠ વિગેરે હાલમાં જે રાખવામાં આવે છે તે કયા મુદ્દાથી તે જરા વિચારો. સમવસરણની સ્થિતિ અહીં મેળવી છે. ને તેને અંગે જ વચમાં સ્થાપનાચાર્ય પધરાવવા પડે છે, ને વચમાં ગઢની કલ્પના તરીકે બાજોઠ ગોઠવવામાં આવે છે. હવે મૂળ વાતમાં આવે. દરેક વ્યાખ્યાનની વખતે વચમાં સ્થાપનાચાર્ય પધરાવી આદર્શ ખડો કરાતો હોય તો ધર્મક્ક્ષાનુયોગનો, પછી તેની અંતર્ગત ચરણ કરણાનુયોગા ભલે હોય પણ આદર્શ તરીકે રચના તો કેવળ ધર્મસ્થાનુયોગની, સમવસરણ રચાયું તેને
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy