________________
પ્રવચન કર્યું જવું પડે. જો ભૂલને ભડકો ત્યાંજ શમાવ્યો હતે તો? ભૂલને ભડકો શમાવી દઈએ તે એટલા થી જ શમી જાય ને આગળ વધે તો ચઉગુણો થાય. ભૂલના ભડકાને સહી લે. તેમ આપણે આ શરીરમાં દાખલ થવાની ભૂલ કરી છે કે આ શરતથી શરીર પ્લેટ લઈ લીધો. એ ભૂલ કરી છે પણ ભૂલ કરી એટલે ભડકો છે જ પણ ભૂલ ને સહી લ્યો. સમજુ કેદી કેદ મજબૂત ન બનાવે
હવે તો દુ:ખથી ડરે છે કે નહિ? જો તું કહે કે દુ:ખથી ડરું છું. તેમ કહેતો હોય તે નવા લોટ ખરીદ કરવા બંધ કર, એક પ્લાનમાં અનુભવ કરી લીધો હવે નવા પ્લાન ગળે ન પડે તે ધ્યાનમાં રાખ. નવા શરીર ન કરવાં પડે બીજા શરીરમાં કેદ ન થવું પડે તે ધ્યાનમાં રાખ. પણ આપણે કેદ મજબુત કરનારા છીએ. એ કેદ કે રૂપ લાગી નથી. આ શરીર જેલખાનું છે. કેદી જેમ જેલખાનાને છોડી ન જઈ શકે. જેલખાનું સળગી જાય તે કદી સળગી જાય. આપણે કોઈને પકડયો? શરીર પકડ્યું છે પણ સાથે આત્મા પણ ખેંચાય છે, આત્મા છૂટો પડી શકતો નથી. ઘરધણી હોય તો તે પણ ઘરમાં ભય લાગે ત્યારે નીકળી પડે. ભયન લાગે ત્યારે દાખલ થાય, તેમ આ શરીર ઘર હોય તે તે સારું પણ આતે કેદખાનું છે, કે જેમાં પોતાની મરજીએ પેસવાનું કે નિકળવાનું નથી. તેને ઘર કોણ કહે? જેની અંદર પારકા હૂકમે પેસવાનું રહેવાનું તથા નિકળવાનું છે. તે કેદજ કહેવાય. કોરટે કહેલી મુદત સુધી જેલમાં રહેવાનું દાખલ થવાનું અને છૂટવાનું. તેને જ કેદ કહેવાય છે. તેમ અહીં કર્મરાજાના ઓર્ડરે શરીરમાં દાખલ થવાનું રહેવાનું અને બહાર નીકળવાનું. આવી રીતે સ્વરૂપ દૃષ્ટિએ યાતે તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તે આ શરીર તે કેદખાનું તથા અશુચિનું કારખાનું છે. પુણ્યના પોટલા આપી લીધેલું છતાં ભૂલને ભડકો થવાને, ચાહે આ ભવે કે પાછલે ભવે. ભૂલને ભડકો થવાને. જો આ જીવ દુ:ખથી ડરતો હોય તે નવા પ્લાન કેમ ખરીદે છે? દુ:ખથી ન ડરતા છે તે આ પ્લાનનું ચાહે તે થાય તેની ચિંતા ન કરો.
છાશમાં માખણ જાય ને વહુ કુવડ ગણાય
પહેલા ભવે કર્મો બાંધ્યા તેનાથી કર્મ ભોગવીએ અને આધ્યાન કરી નવા કર્મ ઊભા કરીએ તે ભગવ્યા તે ગયા કયાં? ભગવ્યા એ વટામણમાં ગયા. અટામણમાં હોય તે કામ લાગે. આ તે વટામણ. હું તને ખુવાર મેલવું તું મને શું દઈશ? આનું નામ વટામણ. બીજા ભાવો માટે જ્યારે દુ:ખે ઊભા કર્યા તે આ દુ:ખેવૈદ્યા તેનું શું? માટે જો તું દુઃખથી ડરતો હોય તે આવેલા દુ:ખ વટામણમાં ન જવા દે. અને વળી જો દુ:ખથી તું ડરતે હોય તે પાપ કરી નવા દુઃખને નેતરું ન દે. અત્યારે આવી પડેલા દુ:ખેથી ડરે છે શા માટે? કહે કેનાલ માટે, તે ઉધમ શાને કરે છે? કહે કે દુઃખ કાઢવાને નહિ પણ નવા દુ:ખ