________________
૪૯૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી કાળચક્ર મૂકહ્યું. તેના જે પાપી કયે ગણ? એના ઉપર દયા કરવી કે દ્વેષ આવે ? આ જગો પર ચેય ઉપકાર, એ દષ્ટિ કેવી રીતે રહી હશે? અરરર ! મહાવીરને નમાલા કેમ ન ગણવા? છતું સામર્થ્ય છતાં આવો અડપલા કરી જાય, આવું વિચારીએ છીએ, બીજાને ઉપગાર કરવાની દૃષ્ટિ નથી. સાધનસંપત્તિના અભાવવાળાને દેખીને દયાબુધિ થાય, ઉપગારની બુદ્ધિ થાય, તે ધરમ કરી શકે. સાધન હીન દેખી દયા ન થાય, તેને ઉપગાર કરવાની બુદ્ધિ ન થાય, તેને અંગે આત્માને ફાયદે થશે, તે બુધિ ન થાય, તે ધરમ કરી શકે કેમ ? એ ન સમજે એટલે ઉપગાર કરવા તૈયાર ન થાય, તાત્કાલિક લાભ ન મળતે દેખે તે પ્રવૃત્તિવાળે ન થાય, માટે ગંભીર બધિવાળે થાય, ધરમને વિધ્ર કરનાર અગંભીરતા હતી નહિં પણ ક્ષુદ્રતા હતી. નિષેધ દ્વારા વિધાન કર્યું. ગુણનું નિરૂપણ પ્રતિપાદન શૈલીથી ગંભીર કહેવું હતું. વાંકા શા માટે ગયા ? હવે તે કેમ આવી શૈલીથી લીધું તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૫૪મું સંવત ૧૯૦, આસો વદી ૮ ને મંગળવાર, મહેસાણા खुद्दोत्ति अगंभीरो उत्ताणमई न साहए धम्मं ।
सपरोक्यारसत्तो अक्खुद्दो तेण इह जोग्गो ।। ८ ।। ઉપાદાન કારણને બદલે સમવાયકારણ માનવામાં રહેલા દોષે
શાસ્ત્રકાર શ્રીમાન શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણને કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી આ જીવ રખડ્યા કરે છે, આ જીવ કઈ પણ ચીજથી ઉત્પન્ન થવાવાળે નથી. ઉત્પન્ન થાય છે તેના ઉપાદાન કારણો હોય છે. ઉપાદાન કારણ સિવાય કોઈ ચીજ ઉત્પન્ન થતી નથી. આત્મા ઉત્પન્ન થએલી ચીજ હોય તે તેના ઉપાદાન કારણ હેય. જે ચીજ ઉપાદાન કારણ મળવાથી ઉત્પન્ન થાય છે, તે કારણોના ગુણને અનુસરે છે. જે