SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ આગમ દ્વારક પ્રવચન શ્રેણી છૂટકે. પ્રદેશની અપેક્ષાએ “અવશ્યમેવ ભક્તવ્યં” ભેગવવું જ પડે, રસની અપેક્ષાએ ક્ષય થવાનું અને તેથી મોક્ષ ને તેના ઉપાય માનવા પડે ક્ષ- પશમ અને ઉપશમભાવની દુષ્ટાન્ત દ્વારા સમજણ : હવે ક્ષય, ક્ષયો પરામ, ઉપશમ તેને ભેદ સમજે, ત્રણ મનુષ્યને લાખ-લાખ રૂપિયાનું દેવું છે. એક સીધું રાજા પાસે જઈને કહ્યું. કે લાખ દેવા છે, પણ મારાથી દેવાય તેમ નથી, એટલે રાજાએ સુબાને કહ્યું કે જસી ન કરશો. એક લેણદાર પાસે ગયો ને કહ્યું કે મારી સ્થિતિ તું જાણે છે, ત્યારે વ્યાજ ઉતરતું કર્યું પણ કાંધા કર્યા. ત્રીજાએ વિચાર્યું કે દેવું છે. અંતે દેવું પડશે. બીજા પાસેથી લાવી આપીએ તે વ્યાજ ને દેવું વધે, માટે એ બંધ નથી કરવો. માટે ઘરમાં પડેલું વગર વ્યાજનું ધન આપી દે. એમ ધારી લાખ રૂપિયા આપી દીધા. તેમ આ ત્રણ સમજે. બીજે ઘર મેળે પતાવે છે. રાજાની સાક્ષીએ દેવાની કબૂલાત થઈ ગઈ. બીજુ કંઈ નડિ. રાજાની સાક્ષીએ દેવાની કબૂલાત થઈ. રાજાને વચમાં નાખે એટલે સામટ આપવું પડે. ઉપશમ કરે તે રસ કે પ્રદેશ એકે ભગવે નહીં, રોકી રાખે. ક્ષયે પશમવાળો ઘરમેળે કાંધા કરી પતાવે. ક્ષય કરે તે રોકડા આપી પતાવે. આ ત્રણ જ જૈનશાસનમાં ધ્યેય. ક્ષયાદિકથી જે ગુણ થાય તેની અનુમોદના, તે પ્રગટ થએલા ગુણોની. એ ત્રણેથી થતા ગુણે તેની અનુમોદના, તેજ જેન શાસન. ઔદયિક ભાવનું મનુષ્યપણું કેમ પ્રશસ્યુ? શાંતિસૂરિજીએ આ મનુષ્યપણું કરમના ઉદયથી થવાવાળું છે તેને કેમ વખાણું ? અપાર સંસાર સમુદ્રની અંદર મનુષ્યપણું મળવું મુશ્કેલ, તે દયિક પ્રકૃતિ તેને કેમ વખાણે છે કે આ તે જૈનશાસનનું ધ્યેય ભૂલાવી દે છે. અહીં ઔદયિક પ્રકૃતિને કેમ વખાણી ! કઈ કઈ વખત ઓયિક પ્રકૃતિ વખાણી છે. એક અાવન પ્રકૃતિમાં ત્રણ પ્રકૃતિ ઉદયે સુંદર, કેટલીક બાંધવામાં ભલે સુંદર હોય, પણ ઉદયમાં સુંદર ત્રણ પ્રકૃતિ છે. ૧ તીર્થકર નામકર્મ ૨ આહારક શરીર નામકર્મ ને ૩ આહારક અંગોપાંગ નામકર્મ, આ ત્રણ પ્રકૃતિ ઔદયિક છતાં વખાણવા લાયક કેમ ગણી? કારણ અને કાર્ય ક્ષપશમ સ્વરૂપ હેવાથી, વચલે ઔદયિકભાવ છતાં
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy