________________
વાંચી શકે. પ્રવચનકાર આગમોદ્ધારક માટે આ જ પહેલા તેમના અપાયેલા અનેક પ્રવચનોના પુસ્તકો-સામયિકે છપાયા છે, તેથી અહીં વિશેષ વિવેચન ન કરતાં તેમના પ્રવચને વાંચીને વાચક્ષ્મણ તેમની આગમ-શાસ્ત્ર ગર્ભિત પ્રવચન શક્તિ, પદાર્થનિરુપણ પટુતા, યચિત દૃષ્ટાંત આપવા પૂર્વક પદાર્થનું હાર્દ સમજાવવાની શક્તિ અપ્રતિમ છે, એવી પ્રતીતિ શાસ્ત્ર અને મધ્યસ્થ દષ્ટિવાળા દરેકને જરૂર થવાની જ.
આ પ્રવચન શ્રેણીના પ્રકાશન અને સંપાદન કાર્યમાં સંપૂર્ણ કે આંશિક સહકાર આપનાર, અવતરણકારક-સંપાદક આગમહારશ્રીજીના શિષ્ય ૫. પૂ. આ. ભ. શ્રી હેમસાગર સૂરિજી મહારાજ, મુફ રીડીંગ કરી આપનાર ૫. પૂ. મુનિરાજ શ્રી મનોજ્ઞસાગરજી મ. આર્થિક સહકાર આપનાર અને તેનાં પ્રેરક મોતીશા શેઠ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શુદ્ધિપત્રક તૈયાર કરી આપનાર સુશ્રાદ્ધવર્ય હીરજીભાઈ ગાલા અને પરોક્ષપણે પણ જે કઈ એ તન મન ધનથી સહકાર આપ્યો હોય તે સર્વેનો હાર્દિક ઉપકાર માની નિવેદન પૂર્ણ કરીએ છીએ.
લી. આનંદ-હેમ-ગ્રન્થમાળા વતી
પ્રકાશકે.