SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ પ્રવચન ૫૧મું પણ ચારિત્ર જે આચાર તે માટે શાસ્ત્રકારોએ કહ્યું કે, અતી વખત દ્રવ્ય ચરિત્ર , પછી ભાવ ચરિત્ર આવશે. ભાવચરિત્ર કયારે આવે? હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે, દ્રવ્યચારિત્રવાલા પણ ભાગ્યશાલી. એટલે ભાવ ચારિત્ર નજીક આવ્યું. છોકરાએ જેટલા લીટા કર્યા એટલે એકડે નજીક આવ્યો, ૫૦૦-૭૦૦ બેટા લીટા કર્યા તે ૧૬ાની નજીક આવ્યા. ૯૯૯ નવસે નવાણું ખોટા લીટા કર્યા, હવે એક જ લીટ કરવાનો બાકી રહ્યો. નીસરણું ચડવાવાળો જેટલા પગથીયા ચડે તેટલે માળ નજીક આવ્યા. અનંતી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે એક વખત ભાવ ચારિત્ર મેળવે. સર્વજીવને આ ક્રમ, કેઈને તેમ ન હોય તેમ નહીં. વ્યવહારરાશીના જેટલા જીવ મોક્ષે ગએલા, બધા જીવો અનંતી વખત દ્રવ્યચરિત્ર કરીને જ પછી ભાવચારિત્ર પામ્યા, તે દ્રવ્યચારિત્ર પણ કેવું? વીતરાગ જેવું, જિનેશ્વરની જેડનું–કક્ષાનું તે સિવાયના સામાન્ય સ્થવરકલ્પના દ્રવ્યચારિત્ર જુદા. જિનેશ્વરની જેડનું જે દ્રવ્યચારિત્ર, તેવા અનંતી વખત કર્યા. આ આકરું પડે છે, લગીર દષ્ટિ વિશાળ કર, આજના જમાનામાં જે મનુષ્ય જ્યાં દીક્ષિત થાય, ત્યાં ત્યારે આચાર પાળે કે નહિ? લેતા પહેલાં ત્યાંના આચાર પાળવાની બુધિએ જ દીક્ષા લ્ય, જ્યારે આજે જે સંઘાડામાં જે સ્થાનમાં જે પ્રવૃત્તિ હોય, તે સ્થાનની પ્રવૃત્તિ પહેલી અમલમાં મૂકવા માગે. જે વખતે જિનેશ્વર વિદ્યમાન હોય, કેવળી વિદ્યમાન હોય પણ તે વખતે દ્રવ્યથી ચારિત્ર લેવા માગે, પણ કયાં આચાર પાળવા માટે ચારિત્ર લે? અત્યારે રાત્રિભેજન ટાળવું પડશે, પાંચ મહાવ્રત પાળવા પડશે,. ગાડીમાં નહીં બેસાય, જે લેચ, પાદવિહાર, અસ્નાન, ગુરુ આજ્ઞાપાલન વગેરે આચાર સમજીને દીક્ષા લે, તે તીર્થકર કે કેવળીઓ વિચરતા હોય, તે વખતે દીક્ષા લેવા તૈયાર થએલે કમને કે મને, ક્યા આચાર પાળવાની ધારણાએ દીક્ષા ઘે? દીક્ષિતને પછી સમુદાયના આચારમાં રહેવું પડે, મને કે કમને સાધુપણામાં રહો, ગાળ બોલવાની પણ મનાઈ. જે મનુષ્ય જે આચારવાળા સમુદાયમાં દીક્ષિત થયે હોય તેના સમુદાયને આચાર પાળ જ પડે, તે પછી જ્યાં એમ માલમ પડે કે આમાં ખામી રાખી તે અડા નીકળી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy