________________
૪૫૮
આગમ દ્વારક પ્રવચન શ્રેણી
પ્રકરણકાર કહે છે, કે ૨૧ ગુણવાળો ધર્મરત્નને એગ્ય છે, સૂત્રકારે તેની છાયા પણ નથી કહી. ગ્રંથકાર-શાસ્ત્રકારોએ સ્વયં ડહાપણ ડેર્યું કે જ્યાં જ્યાં સાંભળીએ ત્યાં ત્યાં મનુષ્યભવ-આર્યક્ષેત્રાદિક લભ, ધર્મરત્નની પ્રાપ્તિ દુર્લભ, તેમાં એકે આગમ કે પંચાંગીમાં ૨૧ ગુણોનો અધિકાર નથી, તે ગ્રંથકારને ક્યાંથી સૂઝયું? ખેતીમાં આમ ધાન્ય વવાય, આમ ધાન્ય થાય, પણ તે વાતમાં જમીન ઉપર ન હોવી જોઈએ, કસદાર હોવી જોઈએ, એ ભલે ન કહ્યું છતાં તે સમજી લેવું પડે. પૃથ્વી, પાણી, હવા, કારણ પણ ઉખર જમીન હોય તો બીજ ઉગે નહીં. એ વાત સમજી લેવાની હોય છે. તું સમજે હોય તો ઉખર ભૂમિની વાત નવી ન હતી, બીજ અંકુરમાં જમીન ઉખર, અનુપર બોલ્યા ન હતા. અનુપર-ફળદ્રુપમાં વાવેલા બીજથી અંકુરો થયો, કારણ–ઉખરમાં વાવેલા બીજથી અંકુરો થાય નહીં, આ નકકી વાત છે, તો અનુખર જમીન પહેલાં ન બેલ્યા હે પણ અંકૂરની સ્થિતિ છે ત્યાં આપોઆપ તે સમજવું પડે. જે જમીનની વિવેક્ષા ન કરી, સામાન્ય પૃથ્વી, ખેતરમાં વાવવું કહીએ, તેમ શાસ્ત્રકારોએ સીધું ધર્મરત્ન કહ્યું, પણ ૨૧ ગુણ હોય તે વાસ્તવિક છે. અનુખરમાં વાવેલું બીજ ઉગે, ૨૧ ગુણ વગરનો ધર્મની ક્રિયામાં જોડાય પણ તેનું વિવક્ષિત ફળ જે સદગતિ તે ન મેળવે, ધારણા પૂરતી ક્રિયામાં જોડાય, જેનામાં ગુણે છે, તે જ ધર્મ કરી શકે છે, અનુપર-જમીન અંકૂર કરી શકે છે તે શા ઉપરથી? અંકૂરનથી થતો તે જોઈએ છીએ. જમીન જોતા નથી, અંકુર ન દેખે તેથી ઉખર જમીન કહીએ છીએ, બીજી ઉપર જમીનમાં વરસાદ આવે તે પણ કાર્ય ન કરે. જેઓ ધર્મશ્રવણ પામે છતાં કાર્ય ન થાય તેમાં કારણ માનવું જ પડે. ધર્મ શ્રવણ કરે તેમાં કેટલાંક ધર્મ પામે, કેટલાક ધર્મ ન પણ પામે. જમીનને ભેદ અંકુર થવાથી ને ન થવાથી માનવ પડે. તેમ ધર્મશ્રવણથી ધર્મ થાય કે ન થાય, તેથી સમજી શકીએ કે ૨૧ ગુણ છે કે નહિ. જે મનુષ્યપણું માનવું, તેમાં કાયસ્થિતિનું ઉલ્લંઘન દ્વારા બધું બતાવ્યું. પછી પુન્ય પ્રકૃતિ વધારે હોય તો આર્યક્ષેત્ર મળે. આર્યક્ષેત્રમાં આવ્યું તે પુન્ય પ્રકૃતિ ખેંચી લાવી. તીર્થકરની દેશનામાં કેટલાએકને દેશના પરિણમી, કેટલાએકને ન પરિણમી. તેનું કારણ શું? શાસકાએ આ બે ભાગ પાડયા, શ્રવણ પામ્યા છતાં પરિણતિ થાય છે,