________________
પ્રવચન ૪૭ મું
૪૩૯ જમીનદેસ્ત થઈ ગયા છે. પહેલાંનાં મહાજનના બંધારણે બેડી જેવા હતા. એક સેની સોનાના દાગીને પહેરી, રેશમી ધોતી પહેરી નીકળે તે દંડ થાય. ગળચો અને ધોતીયું ફાડી નાખ્યું, પૈસા જોઈએ તે લઈ જા. તું આવું ધોતીયું પહેરી નીકળે તે મહાજન શું કરે?
જ્યાં આટલી સ્થિતિને કાબૂ હતા, આજે ન્યાતમાં કાબૂ જુવાનીયાને ન ગમે. છોકરાવાળી પત્ની છોડીને બીજી ઉપાડવી હોય ત્યાં નાતનું બંધારણ ગમે ક્યાંથી? અમદાવાદ અને વઢવાણનું જોયું? પહેલાં નાતમાં કરે હોય તે બીજી પત્ની કરવી મુશ્કેલ હતી, નાત પરાણે પરવાનગી આપતી. વાત એ કે તેઓને નાતના બંધારણ શાથી તેડવા છે? અમે માંસ, દારૂ, ખાઈએ પઈએ તે પણ અમને પૂછવું નહિ, ચાહે ત્યાં જઈએ ત્યાં અમારો પેલે ન પકડે. બાયડી ચાહે તે પરણવી, એમાં અમને બંધારણ નહીં પાલવે. આ જમાને જેમાં નાતના બંધારણે તતણા પેઠે તૂટી જાય છે, તેવા વખતમાં છોકરું દીક્ષામાં સમજે શું ? પણ કહેવાવાળા સમજતા નથી. તમારા છોકરાની આબરૂ તમે કાઢે છે ? જેનનો છોકરે આટલું જાણે છે કે, સાધુથી નાટક ન જેવાય, બાયડીને ન અડકાય, રાતે ન ખવાય, ગાડીમાં ન બેસાય, છોકરો આટલું તો જરૂર જાણે છે. જેનના તમામ બાળકો આટલું જાણે છે. કહે જ્યાં નાતના બંધનો કાચા તાંતણ માફક તૂટી ગયા છે. વિષયના વેલા જગે જગ પર વધી રહ્યા છે. રાજા, પ્રધાન, સેનાધિપતિ, લશ્કરી સિપાઈઓ દેખાતા નથી. આવી દશામાં જે જિંદગીના ભેગે નીકળે છે તે શા ઉપર ? આપણને વસ્તુસ્થિતિનું ભાન નથી. આજે વૈરાગ્યની મુશ્કેલી
આજકાલ વૈરાગ્યની કેટલી મુશ્કેલી છે, પ્રાચીન કાલમાં બીડી પીવી હોય તે ઘરના ખૂણામાં સંતાઈને પીવી પડતી. આજે બાપ પાસે દિવાસળી માગે જ્યાં આ દશા તદ્દન વિષયના વેળા વહી રહ્યા છે. સ્વચ્છંદતાના પવને વાઈ રહ્યા છે, તેવા કપરાકાળમાં એક પ્રભુવચનની વફાદારી ખાતર જિંદગી અર્પણ કરે છે. એક નામની ખાતર. ચોથા આરામાં ત્યાગી થતા હતા, તે નજર ખાતર. આજે પ્રભુના નામની ખાતર ત્યાગી થાય છે. કીંમત કોની? આંધળાને આગળની આગ પણ ન દેખાય, તેમ જે શ્રદ્ધાના અંધ-શ્રદ્ધા રહિત એને વફાદારીને ડુંગર પણ દેખવામાં આવતા નથી, તે ચેથા આરામાં કેવળજ્ઞાન હતું ને