SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ २२ પ્રવચન ૩ જુ કે ભાવધર્મના લેપક થવું તે પાલવતું નથી. આ તો દેવાંગના છે પણ સ્ત્રી નથી. એક પૌષધને અંગે આટલી દઢતા. ધર્મના પ્રસંગે પ્રતિજ્ઞા આ ભવની, ધર્મ ભવભવની ચીજ. પ્રતિજ્ઞા પાલન કરવી જોઈએ પણ ધર્મથી લગીર ખસાય નહીં. આ વસ્તુ જેના હૃદયમાં રમે તેને અંત:કરણમાં ધર્મને અંગે કેટલો ઉલ્લાસ થાય? જે દેશનો ઈતિહાસ ઉજજવલ તેની કીર્તિ ઉજજવલ તમારા લોહીને ધર્મમાં તે જ રાખવું હોય તે ધર્મીષ્ટોના દૃષ્ટાંતે લ્યો. અને તે ધર્મના ગેરને દૃષ્ટાંત લેવા સૂઝે. નંદિણ આદ્રકુમાર તથા સિંહ ગુફાવાસી મુનિ પતિત થયા હતા. આ બધી નેધો ધમ શું કામ કરે? આમાં આત્માને કહ્યું સન્માર્ગનું ઉત્તેજન મળ્યું, કહો કે કાટપિટિયાની નેધ. બે નોંધ વાંચીએ, દેખીએ ખરા પણ યાદ કઈ રાખીએ. આલંબન કયું લઈએ? નીચી દૃષ્ટિએ ચડવાનું નહિ બને. ચઢવું હોય તે દૃષ્ટિ ઊંચી જઈશે. તેમ આપણા આત્માને ઉન્નત કરવો હોય તથા શુદ્ધ માર્ગો રાખવય, પરિષહ તથા ઉપસર્ગમાં આત્માને દઢ રાખવું હોય તે ગેરની નોંધ કે ધર્મકથાનુયોગ યાદ રાખવો પડશે. એ તમારા આત્માને ચઢાવવાની નિસરણી છે. ઈતિહાસ જેમ ઉપયોગી છે. સામાન્યથી કહેવાય છે કે જે દેશને ઈતિહાસ ઉજળો તે દેશના લોકો ઉજવળ કીર્તિ મેળવી શકે. તે ઈતિહાસ શી ચીજ? મનુષ્યના વર્તને દેશના ઉદ્ધાર માટે અગર તે રક્ષણ માટે હોવા જોઈએ. તમારે પહેલાના પુરુષની જરૂર છે તે જેમને ધર્મની વૃદ્ધિ કરવી છે તેવાને મહાપુરુષનાં ચરિત્ર કે ઈતિહાસ હૃદયમાં આલેખવા પડે તો તેમાં નવાઈ શું છે? જો દેશને બગાડવો હોય તે ઈતિહાસ બગાડવો, અમુક પક્ષની બહાદુરી, અમુકની નિર્બળતા જણાવવી. આવી રીતે ખેટા બેટા ઈતિહાસ લખી દેશના લોહી ઠંડા કરવામાં આવે તો આજકાલના છાપાઓ ખોટી હકીકત લખી તમારા લોહીને ઠંડું કરે તેમાં નવાઈ શી? દુનિયાદારીની અપેક્ષાએ કહું છું, ધાર્મિક દૃષ્ટિથી આ કહેતો નથી, પણ બાળીને રાખેડા કરવો જોઈએ. છોકરાના હાથ અપવિત્ર કરવા ન જોઈએ. તેવા ઈતિહાસ કે ને છોકરાને ઝેર સમાન છે. વિચારો કે બચ્ચાને ઝેર કેમ અપાય? જુઠા ઈતિહાસ તેજ વાંચે કે જે પોતાના બાળકને અધમ બનાવવા માંગતા હોય. જે ઉન્નત્તિના અર્થિઓ છે તેઓ પતિતના ઈતિહાસને વાંચવા ઈચ્છતા નથી. સાંભળવા પણ ઈચ્છા કરતા નથી. એક વખત સાચી બનેલી વાત વિકૃત કરી છેટા રૂપમાં ચીતરી હોય, વિપરીત કરીને જે વિખેરવી એ કામ કોનું? અને વાંચવાનું કોણે? સાચા મરણની નોંધ પણ કાપિટિયાને ત્યાં હોય. પણ જેનેવિવાહ લગ્ન કરવા હોય તે તે ગેરને ત્યાં જન્મપત્રીજોવા જાય. એવી જ રીતે જેણે આત્માની ઉન્નતિ કરવી હોય તેણે ઉંચા દાખલા લેવા જોઈએ. અવળું સમજાવવાની નેધ ક્યાં હોય? સવળાની નોંધસારું જાણ્યા છતાં આત્મામાં ટકતું નથી. ટુંકી વાત એટલી જ લેવાની કે પતિતના દૃષ્ટાંતે લેવાથી કઈ દશામાં આવવાનું થાય. અને
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy