________________
પ્રવચન ૪૫ મું
૪૧૫
પ્રવચન ૪૫ મું શ્રાવણ વદી ૮ (જન્માષ્ટમી) મહેસાણા. શાનકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતા જણાવી ગયા કે, આ અનાદિ અનંત સંસાર સમુદ્રમાં રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી જ મુશ્કેલ હતી, પગે અપંગ, બહેરો, મૂંગે, બેબડો અને દારૂડિયે, છાકેલે અટવીમાં અટવાઈ ગયે હોય, તે માગે કેમ આવે? તેવાને માગે આવવું મુશ્કેલ. પ્રથમ તે તેને માર્ગ, કુમાર્ગનું ભાન ઘેલછા હોવાથી હોય નહીં, તેમ આ જીવને હું કેણ? મારી મૂળ સ્થિતિ કઈ? તેને કેમ મેળવું તે બાબતને વિચાર હતો જ નથી. મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, તેવા દરેક જી આત્માની સ્થિતિને વિચાર કરનાર હોતા નથી. ભલભલા તારૂ જ્યાં ડૂબી જાય ત્યાં જે તરવા શીખ્યા નથી તેની શી દશા? મનુષ્યપણાની તારૂ અવસ્થા મલ્યા છતાં, કલ્યાણનો ખ્યાલ આવતો નથી, તે બીજી અસંસી દશામાં શી રીતે તે વિચાર આવે ? રમતીયાળ છોકરા રમત કરતાં થાકે તે ઊંઘવા તૈયાર છે પણ પાઠ કરવા તૈયાર નથી, તેને પાઠની વાત કરે તે કડવી ઝેર લાગે. પોતાને અભ્યાસ પિતાના ભવિષ્યના હિત માટે છે છતાં તેનું તેને ભાન હોતું નથી. તેથી હિતની વાતને અનિષ્ટમાં અનિષ્ટ ગણે છે. છોકરે તાવ-ઉધરસથી એટલે નહીં ગભરાય તેટલે માસ્તર, નીશાળના નામથી ગભરાઈ જાય છે. માત્ર અણગમતું સ્થાન નિશાળ, માસ્તરને દેખે તો જમને દેખે, પાઠ કરતી વખતે કીડીઓ ચડે. છોકરાને ભવિષ્યનાં જીવનનો કે પોતાનાં હિતનો ખ્યાલ નથી. એમ મનુષ્યજીવનમાં પણ ચડીને આવ્યા, કેટલાકે, ઉંચી સ્થિતિમાં આવ્યા, ત્યાં કડવામાં કડવો લાગતો હોય તો ધર્મ તેને કહેનારા, ધર્મ તરફ તૈયાર થનાર કડવા ઝેર લાગે છે. જેઓ ધર્મ સમજતા નથી તેમની અપેક્ષાએ બગીચે ફેરવું ગમે પણ પડિકમણું કરવું ન ગમે, ગપ્પા ગમે પણ પૂજા કરવી ન ગમે, ઉજાણું ગમે પણ ઉપવાસ ન ગમે. નવકુંકરીની રમત સરખે ઘમ: - હવે તમારી વાત કરીએ, તમે ધર્મને ઈચ્છનારા પણ કઈ સ્થિતિએ ઈચ્છો છો? સાપણ બચ્ચાં જતી વખત કુંડાળું કરે.