________________
૩૧૮
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી કોહિનૂર મળે છે, ત્યાં કચરાની મમતા રાખનાર કે ગણાય? ખરેખર મુખની હદ આવી, તેમ આ ખુદ શરીર કઈ ચીજ માટીની કચરાની આ ભીની માટી, બળીને રાખ થાય ત્યારે સૂકી માટી. કચરો ભીની માટી એ જ ક્યો, સૂકી માટી ધૂળ. આ શરીર મટ્ટી કહીએ છીએ. માંસને મુસલમાન વિગેરે મટ્ટી કહે છે. માટી અને શરીરના માંસને મટ્ટી કહે છે, તે પણ ગળે પડેલી. લેવા ગએલા નથી. ગળે પડેલી માટી છે, આપણે માત્ર ખોરાક લેવા ગયા હતા. ક્ષુધા લાગી હતી. ચામડાની ઝુંપડામાં લાગેલી આગને શાંત કરવા માટે ગયા હતા, તે આગ જીવનું અનાદિપશુ સાબીત કરશે. ઝુંપડીની આગ વિચારશે તે જીવનું અનાદિપણું આપોઆપ જાણશે, આગ બળવાનું મળે ત્યાં સુધી હાજર, બળવાનું ન મળે તે આગ ઓલાઈ જાય બળતણ મળે તેમ આ ઝુંપડીની જઠરની આગ એ જ દશાની છે કે બળતણના આધારે જીવેલી છે. તેથી બીજા ભવથી આવ્યું, ત્યારે તૈજસ-જઠરાગ્નિ કહીએ છીએ, તેની સગડી જોડે જ લાવે છે, એટલે સગડીમાં તાપ ભભખ કરે તેમ આ ચામડાની ઝૂંપડીની આગ જીવ સાથે જ હતી, તેથી ખોરાક લેવાની ઈચ્છા થઈ. દરેક ભવમાં સાથેને સાથે હતી. તે સગડી બુઝાઈ હતું તે ખોરાક લેવાની જરૂર ન પડત. ખોરાક ન લે તો શાંત થઈ જતે. ઉપવાસવાળાને માહાર મળશે, અગ્નિ લુગડું મળે તે પહેલું બાળે, ઘાસ મળે તે ઘાસ, લીલું મળે તે સુકું કરીને પણ બાળે, એનાહાર, કવળાહાર, માહાર લે છે તે જ જઠરાગ્નિક ઓલાયેલી આગ નવી થતી નથી. માટે તૈજસ શરીર કેવું માનીએ છીએ, તૈજસ શરીર અનાદિ સાંત માનેલું છે. જઠરા વગર પુદગલ લેવાના નહીં, પુદ્ગલ લીધા વગર જઠર ટકવાની નહીં, તે અપેક્ષાએ જઠરાના જોરે આહારને આશ્રય કર્યો, સામાન્ય નિયમ છે કે એક પગથીયું ચૂક તે નીચે ગબડ્યા. આહારને આશ્રય કર્યો, એટલે આહારના જઠરાએ બે ભાગ કર્યા, રસ અને મેલ, મેલ નીકળી ગયો, ને રસ લે નીકળે, આ અનુભવની વાત છે. જેમ આહારની સુંદરતા તેમ શરીરની સુંદરતા. આહાર વગર તપસ્વીના શરીરે ઘટે છે, રસ વળગે તેનું નામ શરીર, કોઈપણ કેરટમાં વકીલ સિવાય હાજર ન થવાય તેમ આ ભવ કેરટમાં શરીર–વકીલ સિવાય હાજર થવાનું નથી, આમ કચરાપેટી શરીર, બીજુ ઉત્પત્તિસ્થાનમાંથી કંઈ લ્યા ત્યારે શરીર બને. ઉત્પત્તિસ્થાન ઉકરડો, ગર્ભાશયમાં કઈ સુગંધ હતી? ઉત્પત્તિસ્થાન ઉકરડાનું, ત્યાં