________________
પ્રવચન ૨૯ મું
૨૬૧ દેખી બજારમાં બેઠેલાંનું અંતઃકરણ કકળી ઊઠે. તેમ તીર્થંકર મહારાજને કેવલ્યજ્ઞાન થાય ત્યારે દેખે કે આ બધા જી કેવલ્ય સ્વરૂપ છે, કેવલ્ય સ્વરૂપ જેમાં નથી એ આત્મા જ નથી. સ્વરૂપે કેવળજ્ઞાનવાળો હોય, તેને જીવ માનીએ છીએ. ચાહે પૃથ્વીકાયમાં કે વનસ્પતિમાં રહ્યા. હોય, પણ જીવ છે કૈવલ્યવાળો, પિતાને કેવલ્ય ન હતું ત્યાં સુધી સર્વજીને જાણવાની તાકાત ન હતી, કેવળજ્ઞાન ન હોય, મતિ શ્રત હોય ત્યાંસુધી દલાલ, પાંચ દલાલે એટલે વેપાર કરાવે તેટલે કરી શકવાના. આ પાંચ દલાલો વેપાર કરાવે ત્યાં તેટલો જ વેપાર કરવાને, આ આત્મા નથી રૂપવાળે, નથી રસવાળો, નથી શબ્દવાળે. તેની પાસે આ દલાલે ન જઈ શકે. દલાલ હાથે ક્યાં ઠેકાવે? જ્યાં પોતે જઈ શક્તા હોય. આટલા જ માટે શાસ્ત્રકારે કહે છે કે આત્માનું જ્ઞાન કેવળજ્ઞાની સિવાય કેઈને હોય નહીં, આત્મા અરૂપી છે, ચાર જ્ઞાનીને પણ રૂપી પદાર્થ જ જણાય, અરૂપી પદાર્થ જાણવાની તાકાત મતિ શ્રત અવધિ કે મન:પર્યવમાં નથી. તેમાં માત્ર રૂપી પદાર્થ જાણવાની શક્તિ છે. ઈદ્રિયો પોતે ધર્મ કરાવનારી નથી. રાજા કેટલાક માણસને વેઠમાં પકડે તેથી છૂટકો નહીં, આત્મા ધર્મમાં જોડાય, ઈદ્રિયોને જોડે, એથી ઈદ્રિને ધર્મ કર્યા વગર છૂટકે નહિં. ઇક્રિયે ઘણું વખત ધર્મને વેઠ તરીકે ગણી ધર્મમાંથી ખસી જાય છે.
શરીરમાં રહેલી નાડીઓ રોગે આદિને રૂપી છતાં જાણી શકાતા નથી :
કેવળજ્ઞાન પામ્યા પછી આટલી દયા કેમ? પહેલાં કેમ તેટલી દયા નથી ? કૈવલ્ય પહેલાં પોતાના આત્માને પોતે ન જાણે. તમારૂં શરીર, તમારા શરીરની નાડીઓને તે તમે જાણે છો ને? નાડીઓ તો રૂપી છે ને ? આત્મા ભલે અરૂપી તેથી ન દેખો પણ નાડીઓનું તે જ્ઞાન છે ને ? તે કે શરીરને અંગે તપાસશે તે શરીર તમારૂ છે છતાં શરીરનું જ્ઞાન તમને કેટલું છે? જે કંઈ પણ રોગ વેદના તમારા શરીરમાં જ થાય છે ને ? તમે માત્ર રેગનું :ખ જાણે, આંખ ખટકે થાય તે જાણે છો, દુઃખ થાય તે જાણે છે, પણ દરદ જાણો છો? દરદ જાણવાની આપણી તાકાત નથી, દુઃખ જાણવાની આપણી તાકાત છે. આ પૂતળામાં દરદ, નસો, નાડીઓ જાણવાની આપણી તાકાત નથી. તે અરૂપી આત્મા છે તે કેમ જાણી શકાય ? જે જે વિષયને જ્ઞાની હોય તે જાણે, આપણે શરીરમાં રહ્યા છતાં શરીરના રૂંવાડે રૂંવાડે આપણી