________________
૨૨૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કામ કરતા ન હતા. આ મરણ સઈ હલ્લામાં કુટુંબાદિક કઈપણ લઈ જઈ શકવાના નથી. જે બીજે ભવ લઈ જઈ શકીએ તો ધર્મરૂપી રત્ન, એ જ બચાવી ભવાંતરમાં સાથે લઈ જઈ શકીએ. બીજી કઈ પણ વસ્તુ લઈ જઈ શક્તા નથી. મેગલાઈ હલ્લામાંથી નીકળેલ મોંઘા મૂલના રસ્તે લઈ નીકળે તે આગળ બચે છે. ધર્મરત્ન લઈ નીકળેલાને આગળ અનર્થને હરણ કરનાર તે રત્ન થાય છે. દુઃખ–આપત્તિથી બચાવનાર કઈ ચીજ હોય તે ધર્મરત્ન છે. તેથી તે મનુષ્યપણુમાં ધર્મરૂપી રત્ન મેળવી શકે છે.
ત્રણ ગતિમાંથી સાથે કંઈ લઈ જઈ શકાતું નથી :
રાજાને કિંમતી હાથી, ઘેડે, કૂતરે કે પોપટ પણ હલ્લામાંથી ખાલી હાથે જ જાય, તેની પાસે કઈ ટકે નહિ, તિર્યચિની ગતિદેવતાની ગતિ-નારકીની ગતિનાં મરણના હલામાં ખાલી હાથે જ નીકળે. તે મરણ સઈ હલામાંથી કઈ પણ લઈ નીકળી શક્તા નથી. કેવળ મનુષ્ય જ ધર્મરત્ન લઈ નીકળી શકે છે. હલ્લા વખતે ધર્મરત્ન લઈ નીકળી શકાય. મરણના હલ્લા વખતે બીજું કઈ પણ લઈ નીકળી શકાતું નથી. તીર્થકર નામશેત્ર ઉપાર્જન કરવાની ખરી તાકાત, ચારિત્રની આરાધના; આ બધું મનુષ્યપણામાં થઈ શકે છે. તેવા મનુષ્યભવને આપણે પામ્યા છીએ, આપણે અહીં ધર્મરત્નની ગવેષણ ન કરીએ તે “તળાવને કાંઠે ગયો ને તરસ્ય આવ્યું. તે તેને મૂર્ખ કહીએ. આ દુર્લભ ધર્મરત્ન હરેક ભવ માટે રજીસ્ટર કરવા લાયક સ્થાન. મોક્ષને અંગે સાટું કરી શકાય તેવું સ્થાન મળ્યું. તેવા સ્થાનમાં તરસ્યા રહીએ તે પશ્ચાત્તાપ થશે. માટે તે ધર્મરત્ન સોનાનું પાત્ર હોય તે વાઘણનું દૂધ જામે, તેમ ધર્મરત્ન મળે ક્યારે, સ્થિર થાય ક્યારે ? ઉત્તરોત્તર વૃદ્ધિ પામે કયારે ? લાયકાત આવે ત્યારે. માટે ૨૧ ગુણવાળો થાય ત્યારે ધર્મરત્નને લાયક થાય. હવે તે ૨૧ ગુણ કેવી રીતે આવે તે આગળ જણાવવામાં આવશે–