SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૩ મું ૨૦૫ કલમાં દાખલા નથી, તે કલમે માસ્તર ઉપર ભરોસો હેય તે જ માને. આસ્તિકતાનું પાંચમું અને છઠું સ્થાનક : આ આસ્તિકતાને અંગે પાંચમું સ્થાનક “મોક્ષ છે તે દાખલા વગરની કલમ. તે કલમ કહેનારના ભરોસા ઉપર માનવાની તેથી અભવ્યને તેની માન્યતા ન હોય. મેક્ષની કલમ દાખલા વગરની કલમ “ઈહીંથી ત્યાં કેઈ આવે નહીં, જે કહે સંદેશે', એટલે દાખલ નથી. મોક્ષ છે આ આસ્તિક્તાની પાંચમી કલમ દાખલા વગરની પણ કેવળજ્ઞાનીના ભરોસે માનવાની, વગર દાખલાની કલમ વિદ્યાર્થી ન કબૂલ કરે. જેમ દાખલા વગરની કલમ માસ્તરે કહેલી હોય તે વિનીત વિદ્યાર્થી મંજુર કરે, ઉદ્ધત વિદ્યાર્થીને દાખલાવાળી કલમ હોય તે માનવી જ પડે, “જેટલે રૂપીએ મણ તેટલા આનાનું અઢી શેર” તે કોણ કબૂલ ન કરે? તેમ આ ચાર સ્થાનકે દાખલાવાળા હાઈ મિથ્યા દષ્ટિ તે શું પણ અભવ્યને પણ કબૂલ કરવા પડે છે. ૫-૬ કલમ દાખલા વગરની છે, મેક્ષ છે. સર્વકર્મ રહિતપણુ થાય, આત્મા સ્વરૂપમાં રહે તે મેક્ષ, તેમાં દાખલ કાંઈ પણ ન મળે, માટે આ પાંચમું સ્થાન લક્ષમાં આવે ત્યારે જ અભવ્યની લાઈનમાં નથી એમ નકકી થાય. ભવ્ય અભવ્યની વિચારણા : અભવ્ય છે એ નિર્ણય કરવાની સત્તા કેવળજ્ઞાની સિવાય બીજાની નથી. ભવ્યનાં લક્ષણો છે પણ એ લક્ષણ ન હોય તેથી અભવ્ય નહીં. આ લક્ષણ હોય તે ભવ્ય, અભવ્યને કેવળી જ જાણે, એવા કારણ પડે ત્યારે મંદિરસ્વામીને પૂછીને નિર્ણય કરે, ચૌદપૂર્થિઓ આહારક શરીર કરી પૂછે, હું અભવ્ય છું એવું સમજે તે અભવ્ય નથી. હું મું છું એમ બેલે તે મુગે ન હોય, અભવ્ય એટલે મોક્ષને માટે નાલાયક, એટલે મોક્ષ માને ત્યારે શંકા થાય ને ? અભવ્યપણાને નિર્ણય કરે તે કેવળજ્ઞાનીએાનું કામ છે. ભવ્યપણાને નિર્ણય કરે તે તિપિતાના આત્માનું કામ છે. મોક્ષ માને એટલે ભવ્ય, મોક્ષની માન્યતા–ઈચ્છા, એક પુદગલપરાવર્તથી વધારે સંસાર હોય તેને થાય જ નહીં. હરિભદ્રસૂરિ કહે છે કે અત્ય પુગલ પરાવર્તથી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy