________________
૯૦
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કારામાં પલાયન થવાનું. સરવાળે શૂન્યાં. જિંદગીની મહેનતે મેળવેલું. પલકમાં નાશ પામવાનું. સરવાળામાં શું રહેવાનું. ખાસડા ખાવાના ઉભા રાખ્યા છે.
વગર જોખમે માલ ખાનાર કુટુંબીએ
આ શરીર ધન કુટુંબને અંગે જે અઢાર પાપો આચર્યા, જે મિથ્યાત્વો સેવ્યા, કષાયો કર્યા, તે બધાનું શું થવાનું? માલ ખાય માલિક, જોડીદારને માથે જીતીયા, એવા વેપારમાં ભાગીદાર થવા કેટલા તૈયાર છે? લાભ થાય તો લખપતિનો, ટોટો આવે તે ભાગીદારને, એવી કંપનીમાં ભાગીદાર થાઓ છે.? તો આખું જીવન એવી કંપનીમાં કેમ ભાગીદારીમાં ગુમાવાય છે? મિત્ર છેકરાને કહે છે કે બાપને શું આપે છે ? ખાહડું મારીને ભાગ લઉં, તમારી મિલકતના હકદાર ખાહડું મારી લેનાર,તમારી નજર તળે ત્રણ છેકરા હાય, લાખ રૂપીઆ હોય, એકને ૬૦ હજાર ને બીજાને ૨૦-૨૦ હજાર આપા તા દરબારે દોડે. માલિક એ, હકદાર એ તે આપણું શું ? પાપ બાંધ્યું તે. તમારા ઘરમાં દસ માણસ હોય એક શાક સમારે, લોહી નીકળે, આંગળી કપાય તા એકની, ચોરી કરી આવે તે હકકદાર કોણ ? આખું કુટુંબ જેમ ચોરી કરવા જાય, ખૂની ખૂન કરે તેમાં જે મેળવે તેનું માલિક આખું કુટુંબ, ફાંસી માત્ર ખૂન કરનારને થાય. શાક સમારનાર વેદના ભાગવે છે પણ ખાનારાઓ કંઇ વેદના ભોગવવા આવતા નથી. જયાં પ્રત્યક્ષ અનુભવો છે કે કરનારો જ કોહાય છે. ખાનારને કોહાવાનું થતુંજ નથી. આખા જન્મારામાં વિષયાદિકની પ્રવૃત્તિ કરીને મેળવા તેમાં તે ખાનારા છે. કેટલાક શેર દલાલા તારવણી કરનારા હોય છે. મલીદો ખાનારા હોય છે. વગર જોખમે . મલીદો ખાઇ જાય છે. તેમ આ તમારા સંબંધીઓ વગર જોખમે . મલીદો ખાનારા મળ્યા છે. જોખમ ખાવાનું તમારે. ખાવા મળેલા જોખમદારી વહારવાના નહીં. જોખમદારી તમારા માથે . તે। મેળવ્યું તે મેલવું પડે તેટલુંજ નહિ, માર ખાવાના માથે રાખીને મેલવું પડે, આ વિચાર કોને આવે ?
સમ્યકત્વના છ સ્થાનક માને ત્યારે સાચા જૈત
જે ‘ આ જીવને નિત્ય માને ' શરીરને મુસાફરખાનું માને માટે આ જીવ નિત્ય છે. એ બીજું સ્થાનક, જીવ–જીવનનું જોર વધારે તેને મરણ–જનમને ભય નથી. જડ જીવનનું જોર ધરાવે તેને મરણ જનમને ભય છે. ‘ કર્મને પોતે કરે છે.’ અને ‘ પોતે જ કરમ ભાગવે છે' આ વૈષ્ણવા સેવા માને છે પણ આગમની વાતો માનવી મુશ્કેલીવાળી
.
'