SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર બધા મહત્ત્વના આચારો કહ્યાં છે. આચારધર્મ એટલા માટે જ કંડાર્યો છે કે તારે જો દર્શન ધર્મ સમજવો હશે તો આચાર ધર્મનું પાલન કરીશ તો જ દર્શન ધર્મ સમજાશે. આ જીવને તો જ્ઞાનમાં રસ છે. જ્ઞાનની આરાધના કરો. એમ કહે છે પણ પાત્રતા વિના જ્ઞાન ઝીલશે કોણ? ક્યા જીવમાં જ્ઞાન ઝીલાશે? શુદ્ધ આચારોથી જેની પરિણતિ નિર્મળ થઈ હશે તે જ વીતરાગના બોધના ગંભીર આશયોને ઝીલી શકશે. અને પાત્રતા હશે તો જ વાત અવિરોધપણે અને અભેદપણે પકડાશે. વાત કહેવામાં ખંડ-ખંડિત છે પણ સમજાવું તો અખંડપણે જ જોઈશે. વાત કહેવામાં ન નિશ્ચયના ભેદથી કહેવાય પણ સમજવી તો અભેદપણે જ જોઈએ. કૃપાળુદેવે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પત્રાંક-૬૪માં વીતરાગના માર્ગ વિષે, પુનર્જન્મ વિષે લખ્યું. આત્માને જડથી જુદો કેવી રીતે પાડવો તે પણ લખ્યું. પત્ર બહુ મોટો લખ્યો. પણ પછી એક વાક્ય ત્રિપાઠીને લખ્યું - આ ત્રિપાઠી જુનાગઢના દીવાન હતા. ગોવર્ધનરામના કાકા, વેદાંતના પ્રખર પંડિત. સ્વામી વિવેકાનંદ એમને ત્યાં ઉતર્યા હતા. અને કૃપાળુદેવનો એમને જુનાગઢમાં સંપર્ક થયો. પછી પત્ર વ્યવહાર થયો. એમને કૃપાળુદેવ લખે છે કે, “આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે.” અમે તમને જે કહીએ છીએ, જે અમે તમને મહાવીરના બોધની બધી વાત કરીએ છીએ તે કહેવા માટે પણ જોઈએ તે પ્રકારનાં શબ્દો ઉપલબ્ધ થતા નથી. શબ્દને પોતાની મર્યાદા છે. ભાવ પૂર્ણ પણે શબ્દમાં આવી શકે નહીં. ભાવોને વ્યક્ત કરવાનું માધ્યમ શબ્દ છે. પણ તે શબ્દનું માધ્યમ સંપૂર્ણ નથી. એટલે આત્માના ભાવોને વ્યક્ત કરવા માટે સામે ભાવવાળો માણસ હોય એ સમજી શકે. એટલે કૃપાળુદેવે લખ્યું, ‘શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?” એમણે તીર્થંકરની આ વાત પત્ર ૪૩૭માં પણ લખી. ‘પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે.’ તીર્થકરે પણ કહ્યું કે પદાર્થ બે ધર્મ વાળા છે. એક ‘વક્તવ્ય’ અને એક ‘અવક્તવ્ય’. ‘વક્તવ્ય” અટલે વ્યક્ત કરી શકાય અને અવક્તવ્ય’ એટલે જે વાણીથી કહી શકાય નહીં. ‘વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે.” જેટલું વકતવ્ય વાણીથી કહી શકાય, ૧૮૨ અપૂર્વ અવસર એવું વાણીનું સામર્થ્ય આ જગતના જીવોને વિષે વર્તતું હોય તો તેવા જીવો કોણ છે? તીર્થંકર. અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે.” અને એ કહેવા માટે તીર્થંકર સમર્થ છે અને સમજવા માટે - જીવના વિશુદ્ધ પરિણામે એ વાત સમજાય. અથવા સપુરુષનો આશ્રય જોઈએ. આ જીવ ધર્મ, આ આત્મ ધર્મ, આ આત્મ સ્વરૂપ એવું અગમ્ય છે કે જે જિનેશ્વરે કહ્યું - જગતમાં કહી શકે એવા અધિકારી એક જ છે. સમોવસરણમાં બિરાજમાન પરમાત્મા - એણે પણ વક્તવ્યપણે કહી શકાય એટલું જ કીધું અને એ પણ જીવના વિશુદ્ધ પરિણામ ન હોય અને સત્ પુરુષનો આશ્રય ન હોય તો ન ઝીલી શકાય. ‘જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગર, સુગમ અને સુખખાણ.” આ જિન પ્રવચનની દુર્ગમ્યતા છે. ભગવાને વાણીથી કહ્યું છે પણ વક્તવ્ય ભાગ જ કહ્યો છે. અવકતવ્ય તો અવક્તવ્ય જ રહે છે. વાણીથી જેટલો કીધો છે એ પણ જીવના વિશુદ્ધ પરિણામ ન હોય તો ઝીલી શકાય નહીં. અને ત્યારે મતિમાન તો થાકી જશે. જેને બુદ્ધિથી, તર્ક અને વાદવિવાદના આધારે પ્રભુને પામવાનો સંકલ્પ કર્યો છે. તે તો રખડી પડશે. એવા તો કંઈક રઝળી રહ્યાં. કંઈક રઝળી રહ્યાં છે અને કંઈક રઝળાવી રહ્યાં છે. આ માર્ગ તો અનુભૂતિની પામવાનો છે. એટલે અહીંયા કહે છે કે “અવલંબન શ્રી સદ્ગર’ સંગુરનું અવલંબન લે. સુગમ અને સુખખાણ. જે દુર્ગમ્ય છે તે સરુના અવલંનથી સુગમ થાય છે. કોના થકી સુગમ થાય છે? કાં તો જીવની વિશુદ્ધિથી અને કાં તો સદ્ગુરુના અવલંબનથી. જગતના સામાન્ય જીવો માટે તો, મારા તમારા જેવા જીવો માટે તો સગરના બોધ સિવાય કોઈ આશરો નથી. બુદ્ધિનો આશરો કરીને આ વીતરાગ દર્શનને પામવાની ચેષ્ટા આપણે ન કરવી. આ બુદ્ધિના આશરે પામી શકાય એવો માર્ગ નથી. અનુભૂતિનો માર્ગ છે. અને અનુભૂતિનું તત્ત્વ, એનો મર્મ એ આપણને સગર પકડાવી શકે છે. આનંદઘનજી આ અવધુત યોગીએ આ સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને ઐરાવલીના પર્વતમાં યોગી બનીને વિચરે છે. અને આત્માની મસ્તીની મોજની અંદર એક એક આત્મ ૧૮૩
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy