SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર કહેવા માટે આ પુરુષે ખૂબ જ પરિશ્રમ લીધો છે. ૧૯ ગાથાઓની અંદર એક એક પગથિયાંને કેટલો ન્યાય આપ્યો છે! સાધક, નિગ્રંથપદની કોઈ પણ પ્રકારનાં મત, માન્યતા, આગ્રહ, આમન્યા, એના કોઈ પણ પ્રકારનાં દ્રવ્ય, લિંગ, ચિન, ભેદ, મતભેદ વિના અનાગ્રહથી એને વશ થયા વિના તટસ્થતાથી સર્વજ્ઞએ યથાસ્થિત જે પ્રકારે રહ્યો છે તે પ્રકારે તેની આરાધના કરે છે. જેમ તીર્થંકરે આત્માને યથાસ્થિત કહ્યો છે એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર’ના પદમાં નિગ્રંથપદના માર્ગને યથાસ્થિત કહ્યો છે. વીતરાગના માર્ગને અત્યંત યથાસ્થિત કહ્યો છે. જે પ્રકારે કહી શકાય તે પ્રકારે કહ્યો છે. સંતબાલજી મહારાજે આ પદ વિશે છેલ્લે પોતાના અભિપ્રાયમાં લખ્યું, વાણી એ પોતાના અંતઃકરણને વ્યક્ત કરવાનું સાધન ખરું, પણ શબ્દ સ્વરૂપ ધર્યા પછી એ પુદ્ગલ હોય એનું સ્વરૂપ પલટાઈ જાય છે. વાત કહેવી છે આખરે આત્માની. કહેવી છે શબ્દમાં. હવે ચેતનની વાતે સ્વરૂપ શબ્દનું ધારણ કર્યું તો પ્રત્યેક પદાર્થ પાછો પરિવર્તનશીલ છે. એટલે ચેતનની વાતે, શબ્દનું સ્વરૂપ ધારણ કર્યું એટલે પાછું પલટાયું. એ પુદ્ગલ હોઈને એનું સ્વરૂપ પલટાઈ જાય છે. એટલે ગમે તેવા પ્રેરક ભાવોથી એ વાણી નીકળી હોય તોય શ્રોતાનો આત્મા એ પ્રેરણા ઝીલી શકે તેટલો તૈયાર ન હોય તો એને એ વાણી સાર્થક થતી નથી. આત્માની પૂરી પ્રેરણાથી, આત્માને નજર સામે રાખીને જ એ વાત નીકળી હોય, ગમે તેટલી જોરથી કીધી હોય તો પણ એનું સ્વરૂપ પલટાય છે. અને શ્રોતા એને ઝીલનાર ન હોય તો? તો કહે છે કે એ વાણી સાર્થક થઈ શકતી નથી. પરમાત્માની વાણી વિદ્યમાન હોવા છતાં આપણને આપણા સ્વરૂપનું ભાન થતું નથી. યોગ્યતાની ખામી છે. વાણીનો દોષ નથી. જે પ્રકારે કાનજી સ્વામીએ કહ્યું. પરમ પવિત્ર પુરુષાર્થ આ વીતરાગ સાધક દશામાં કેવો હોય શકે? તો કહે તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેના બધાં પડખાં વિરોધ રહિતપણે સમજાય છે. ત્યાં સુધી એના મનનો વ્યાપાર ચાલ્યા કરે. આત્માનો વ્યાપાર ન ચાલે. જ્ઞાનનો વ્યાપાર નથી. મનનો વ્યાપાર છે એ વિપર્યયનો વ્યાપાર છે. એ સંકલ્પ અને વિકલ્પમાં છે. તર્ક અને કુતર્કમાં છે. વાદ અને વિવાદની ભૂમિકામાં છે. એને સમજવો છે આત્મા જે વાદવિવાદથી પર છે. તર્ક- કુતર્ક અને શબ્દ અને વાણીથી પણ પર છે. હવે જે સ્વરૂપ શબ્દ અને ૧૮૦ અપૂર્વ અવસર વાણીથી પણ પર છે એનું સ્વરૂપ કહેવાય એટલું કીધું. તેની પછી ચર્ચા ન હોય. જે આપણા મગજમાં વાત નથી બેસતી તે અનુભવથી બેસે. પણ સાધના ખૂટે છે. કંઈક સમજણ ખૂટે છે. સમજણ શબ્દથી પણ પર છે. Think beyond words. શબ્દથી પર વિચાર કરવાની શક્તિ કેળવવી જોઈએ. એ આત્માનો સ્વભાવ છે. કૃપાળુદેવે કહ્યું છે, “શુદ્ધ અનન્ય ચિંતન'. આ અનન્ય ચિંતન જોઈશે. કર વિચાર તો પામ, એ વિચાર વાણીના આધાર ઉપર નથી કરવાનો. આત્માના જ્ઞાનબળના આધાર ઉપર વિચાર કરવાનો છે. એ વિચારની પરાકાષ્ઠા છે. It is called contemplation with meditation, વિચાર અને ધ્યાન-નિદિધ્યાસનની અવસ્થામાં, અનુપ્રેક્ષણની પ્રક્રિયાની અંદર જે કરવાની પ્રક્રિયા છે અને વિચાર પ્રક્રિયા કીધી છે. કે જે વિચારનું ફળ - “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટ નિજજ્ઞાન’. નિજજ્ઞાન પ્રગટાવે એને વિચારણા કીધી છે. “જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.’ તો આવી વાણી ગમે તેટલી પ્રેરણાથી નીકળી હોય પણ આવી પ્રેરણા ઝીલી શકે એવી શ્રોતાની જો પાત્રતા ન હોય તો એ વાણી સાર્થક થતી નથી. ગંભીર આશય સમજવાની પાત્રતા થયે, આપણા જીવનમાં પણ જ્ઞાની પુરુષોની, સર્વજ્ઞની, સત્ પુરુષોની વાણી સમજાય. તેના માટે પાત્રતા જોઈએ. અને આવી પાત્રતા કેળવવા માટે જીવન, ત્યાગ-વૈરાગ્ય આધારિત હોવું જોઈએ. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.’ આ.સિ.-(૭). ત્યાગ, વિરાગ જાગ્યા નથી. જીવ હજી સંસારના ભોગ વિલાસની અંદર મદમસ્ત બનીને રાચે માચે છે. એને – એના અંતરને વીતરાગની વાણી સ્પર્શી નહીં શકે. એના ગંભીરભાવો, એના ઊંડા આશયો સમજાશે નહીં. છેટું પડી જાશે. મનુષ્ય થયા, આર્યદેશ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, જૈનધર્મ મળ્યો, વીતરાગ જેવા દેવ મળ્યા, નિગ્રંથ જેવા ગુરુ મળ્યા અને એના હાથે લખેલો બોધ મળ્યો - કીધેલો નહીં – અને છતાં રખડી મરીએ તો છેટું પડી જશે. જો જ્ઞાનીના વચનને ઝીલવા જેટલી પાત્રતા નહીં કેળવીએ, તો વર્ષાના બારે મેઘ વરસે અને છતાં પણ જેનું વાસણ તળિયા વગરનું હોય કે, વાસણ ઊંધું મૂક્યું હોય તો કોરું ધાકળ રહી જાય, ભરાય નહીં. તેમ આપણે પણ પાત્રતા વગર કોરા ધાકળ રહી જાશું. જૈનમાં કેટલા ૧૮૧
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy