________________
અપૂર્વ અવસર મહાવ્રત છે. જીવ કોઈ પણ વસ્તુ જોઈને લોભાઈ જાય. આ લોભ એવો ભયંકર છે કે જીવ કપડામાં, કોઈના ચશ્મામાં, કોઈની લાકડીમાં પણ લોભાઈ જાય. કેવાં કેવાં સાધનમાં મોહ થાય? કોઈ દર્દીની Hindujaમાં બાદશાહીથી ટ્રીટમેન્ટ થતી હોય તોયે જીવ ત્યાં ખેંચાઈ જાય. હે ભાઈ ! તું એવી ઈચ્છા કર કે મારા દુશ્મનને પણ આવી પરિસ્થિતિ ન આવે. આ ભૌતિક સગવડમાં ક્યાં લોભાય છે? પોતાનું આવું અનિષ્ટ ચિંતવન- કે હું માંદો પડું તો હિંદુજામાં આવી બાદશાહી ટ્રીટમેન્ટ લઉં- આવું ચિંતવન એ લોભ નથી તો શું છે? બહેનોને તો વસ્ત્ર કે આભૂષણ જોયાં નથી કે વળગ્યાં નથી. આ ક્યાંથી લીધું? આ સાડી ક્યાં ભરાવી? બોર્ડર ક્યાં મુકાવી? આ લોભ! અદત્તાદાન! લેશમાત્ર પણ ઇચ્છા ન થવી. કારણ કે લોભથી ક્રોધ જાગે છે. એક્વાર લોભ થયો કે લેવાની ભાવના જાગે. લેવાની ઈચ્છા થઈ કે માયા શરૂ થઈ ગઈ. કે કેમ કરીને લઉં? નજર ચુકાવીને લઉં? આટલા પૈસા બચાવી લઉં? કારણ કે મારે આ જ લેવું છે. મૂળ માયામાં લોભ છે. અને માયા કરી ને પ્રાપ્ત કર્યું કે માન જાગૃત થયું. કારણ કે માન વિના માયા ટક્તી નથી. અને માન સામે કોઈ પડકાર કરે એટલે ક્રોધમાં ચાલ્યો ગયો. ‘લોભાત્ ક્રોધ પ્રભવતિ, લોભાત્ કામઃ પ્રજાયતે.’ લોભ હોય એટલે કામના જાગે છે. તૃષ્ણા જાગે છે. વાસના જાગે છે. ‘લોભાતુ ન મોહચ્છ નાશW.’ આ લોભ મોહનો નાશ કરવા દેતો નથી. લોભ છે ત્યાં સુધી મોહનો નાશ થાય નહીં. ‘લોભઃ પાપમ્ય કારણમ્.’ આ જગતમાં જેટલા પાપ કરવામાં આવે છે, તેટલા પાપનું એક માત્ર કારણ લોભ છે. એટલે જ્ઞાની કહે છે ત્યાગ દ્વારા તું લોભનો નાશ કર. લોભ તો સૌથી સૂક્ષ્મ છે એટલે લોભને જીતવા લોભનો લોભ કરવો. લોભ વાપરવામાં કંજુસાઈ કરવી. લોભનો ત્યાગ કરવો અને ત્યાગ દ્વારા લોભને અવકાશ ન આપવો. કોઈ પણ વસ્તુ જોઈએ તો મારે નથી જોઈતી. મારે એની કાંઈ આવશ્યક્તા નથી. આવોઆપણે ત્યાં સાધુ માટે એક શબ્દ છે “નિરિહ.” એટલે ઈચ્છા વિનાનો. અંતરમાં પણ જેને સ્પૃહા નથી એવો. તો હવે પૂછે છે કે, “આ ચાર કષાય ઉપર વિજય ક્યાં સુધી મેળવવો? એનું કોઈ માપ ખરૂં? મૂલ્યાંકન ખરૂં? એની કોઈ સીમા છે?” તો કહે “હા છે.” આ ચારે કષાયને દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી જીતવા. કેવા પ્રકારે જીતવા? એની ઊંચાઈ શું છે?'
*૮ |
અપૂર્વ અવસર ‘બહુ ઉપસર્ગર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.”
અપૂર્વ - ૮ કૃપાળુદેવે આ ગાળામાં આ ચાર કષાય જીતવા માટેનું ઉત્કૃષ્ટ પદ આપ્યું છે કે બહુ ઉપસર્ગ કરે એના પ્રત્યે પણ ક્રોધ નહીં. સામાન્યની તો વાત જ નથી. પણ ‘બહુ ઉપસર્ગર્જા પ્રત્યે પણ ક્રોધ નહિ.’ શૂલપાણી યક્ષ ભગવાન મહાવીર ઉપર કેટલા ઉપસર્ગ કરે છે! અનેક પ્રકારના રૂપને વિકરાવીને ભગવાનને ક્યારેક તીક્ષ્ણ દાંત ભરાવે છે, ક્યારેક નહોર ભરીને ચામડી ઉતરડી નાંખે છે. ક્યારેક કાળચક્ર માથે નાખે છે. સંગમ નામનો દેવ છ-છ મહિના સુધી ભગવાન ઉપર પ્રાણઘાતક ઉપસર્ગ કરે છે. અને જયારે જતી વખતે તેઓ ભગવાન પાસે માફી માંગે છે કે, “ક્ષમા માગુ . આપના સ્વરૂપને ઓળખી ન શક્યો’ તો કહે, ‘ભાઈ! હું કોને માફ કરૂં? ક્ષમા તો શત્રુને હોય. તું તો મારો મિત્ર છો.’ ‘બહુ ઉપસર્ગ
ર્જા પ્રત્યે પણ ક્રોધ નહીં. હું જાણું છું કે એણે મારું કાસળ કાઢી નાંખ્યું છે. મને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. તો પણ ક્રોધ નહીં. બાકી સંસારના જીવો તો કાંઈ ઉપસર્ગ નથી કરતા. કોઈ ખરાબ બોલ્યું જો કોઈ ઉંધુ બોલ્યું- ને એમાં જ આપણે વેરની ગાંઠ બાંધીને બેઠા છીએ. અબોલા લઈને બેઠા છીએ. એના ઘેર પ્રસંગે ન જાય. જિંદગીભર વેરઝેરની ગાંઠને મજબુત કર્યા જ કરે છે અને અવસર આવે ત્યારે વેરની ગાંઠ સિવાય બીજું એને કાંઈ યાદ ન આવે. ફક્ત જુનું વેર જ યાદ આવે. અને ક્રોધ હજુ જાગૃત જ છે. જ્ઞાની કહે છે, ભાઈ ! આ ક્રોધને તું શાંત કર. કૃપાળુદેવે મોક્ષમાળામાં ગજસુકુમારનો એક પાઠ આપ્યો છે. જેમાં એના સસરા ગજસુકુમારને માથે અંગારા મુકે છે અને ઉપસર્ગ કરે છે. પણ ગજસુકુમાર
ત્યાં ક્ષમા ભાવમાં જ રહે છે કે, ‘જો લગ્ન કર્યા હોત તો પાઘડી બંધાવત જે ફાટી જાત. પણ આ તો હવે મોક્ષની પાઘડી બંધાવી છે.” શું તારો ઉપકાર છે! બહુ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં. અને ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો.’ ચક્રવર્તી આવીને તારા પગમાં પડે તો પણ માન ન થાય. આટલી હદ સુધી
૬૯