SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર પણ જીવ તું કેમ ચૂકી ગયો? લાભ-અલભની વાત આવી, સ્વછંદ આવ્યો, ક્યાંક મમત્વ હશે, ક્યાંક અહંકાર હશે. તું આ બધી માયા છોડીને સાક્ષી બની જા. પોતાનાં જ પ્રપંચ યુક્ત વ્યવહારનો સાક્ષી બને. મનુષ્ય પોતાની ચાલાકીથી જગત આખાને છેતરી શકે છે પણ જો જાગૃત હોય તો પોતાની જાતને છેતરી શક્તો નથી. જો સાક્ષી ભાવ આવી જાય તો માયાનું સ્વરૂપ તરત જ પકડાય. તરત જ ખ્યાલ આવી જાય અને એ સાક્ષી ભાવ નહીં આવે તો માયા ક્યારેય પકડાશે જ નહીં. વારંવાર દગો દેશે. અભિમાનને પોષશે. ભેળસેળ કરી, છેતરપી ડી કરી, તોલમાપ ખોટાં કર્યો અને પાછું એનું અભિમાન કર્યું. કે, ‘દુનિયા ઝુક્તી હૈ, ઝુકાનેવાલા ચાહિયે'- આ માયાચારીનું Slogan. ‘દુનિયા લૂંટાતી હે, લુંટને વાલા ચાહિયે”- આ પણ માયાચારીનું slogan છે. જ્યારે સાક્ષી ભાવ આવે ત્યારે જીવ વિચારે કે, “કોને તું લુંટવા નીકળ્યો છો? તારે આ દગો-પ્રપંચ-છળ કોની સાથે કરવા છે? અને શા માટે કરવા છે? With Whom? and why? for what? તારા માયાયુક્ત વ્યવહારનો તું સાક્ષી બનીજા. આ માયાચાર એ બહુ ખતરનાક આચાર છે. ભ્રષ્ટાચાર પકડાય છે. ઉઘાડો છે. માયાચાર શાંત છે. ‘મુખમેં રામ બગલ મેં છૂરી.' બગલો ધ્યાનમાં છે. કોઈકને લાગે કે કેટલી એકાગ્રતા છે? કેવો ધ્યાનમાં છે? પણ એ બગલાનું ધ્યાન એ માયાચારનો ઉત્કૃષ્ટ નમુનો છે. બગલો શિકાર માટે ધ્યાનમાં છે. આ માયાચારનું સ્વરૂપ જીવને સમજાવું જોઈએ. દુરાચાર-ભ્રષ્ટાચાર એ પ્રગટ થઈ જાય. જ્યારે માયાચાર એ છૂપો છે અને એને પોતાની જાત સિવાય કોઈ જાણી શક્યું નથી. આપણે કહીએ છીએ વ્યવહારમાં કે, “એક હું અને બીજો મારો ભગવાન જાણે છે.' આ ભગવાન પોતે જ છે. આપણાં પાપનો હિસાબ બીજા કોઈ ભગવાન શું રાખશે? તું જ તારો ભગવાન છે. અને જ્યારે આ વાત સમજાય છે ત્યારે તું માયાનો સાક્ષી બની જાય છે કે આપણે ખોટું કર્યું. આપણે Foul Play કર્યું. રમતમાં જો ખોટું કર્યું અને આગળ આવી ગયા તો અંતર તો ડંખ દે જ. જો જાગૃત હોઈએ તો આ Foul Play એ માયાચાર છે. ‘માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.’ શરીરથી, દેહથી, કર્મના ઉદયથી ચાલતા વ્યવહારનો તું સાક્ષી બન. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે આત્મ નિરિક્ષણ કરો. પોતાનું Have a self introspection- આ સાલી ભાવ ** અપૂર્વ અવસર છે. કૃપાળુદેવ લખે છે કે, ‘રોજ સુતા પહેલાં દિવસ દરમ્યાન કરેલાં કૃત્યોને તું સંભારી જા.’ પુષ્પમાળામાં લખ્યું છે અને જો કોઈ દુષ્કૃત્યુ થયું હોય તો ફરી ન કરવા પ્રતિજ્ઞા કર.” આને જૈન દર્શનમાં પ્રત્યાખ્યાન કહે છે. માયાચારના સાક્ષી બને એ જ પચ્ચખાણ કરી શકે. જે હું ખોટું કરૂ છું એમ જાણતો નથી તો પચ્ચખાણ શું કરશે? દગા વગર અમારો ધંધો ચાલે જ નહીં એમ સમજનાર ક્યાંથી સુધરી શકે? કારણ કે આની શ્રદ્ધા જ ખોટી છે માટે સાક્ષી બની જા. અને હવે- “લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.’ જીવનમાં જ્યારે લોભનો ભાવ ઉદયમાં આવે ત્યારે એ ભાવને વાપરવાની કંજુસાઈ કર. લોભને વાપરવો નહીં. લોભનો તું લોભ કર. એક સંસ્કૃતમાં સુભાષિત છે, ‘લોભાત્ ક્રોધઃ પ્રભવતિ, લોભાત્ કામઃ પ્રજાયતે; લોભાત્ ન મોહાશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ્.' ભાઈ ! લોભ એ ખતરનાક ચીજ છે. સર્વ અનર્થનું મૂળ લોભ છે. ક્રોધ સરળ છે. દેખાઈ આવે. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાય હોય તો તે લોભ છે. સ્પૃહા, કંઈ પણ લેવાની વૃત્તિ, કંઈ પણ સ્વરૂપમાં. પૂજાવાની વૃત્તિ- સત્કારની વૃત્તિ, મારૂં કોઈ બહુમાન કરે એ પણ લોભ, અને કોઈ પદાર્થ કે વસ્તુ મને આપે. અથવા હું કોઈનું કંઈ લઈ લઉં, નજર ચુકવી લઉં, એ પણ લોભ. કેમ કે ત્યાં લેવાની ભાવના છે. જેને આ જગતમાંથી એક પણ પદાર્થ લેવાની ભાવના છે. એને જૈનદર્શનમાં લોભનું સ્વરૂપ કહ્યું છે. એટલે પંચ મહાવ્રતની અંદર એક વ્રત અદ્ભુત મુક્યું છે- વીતલોભ થવા માટે. “અદત્તાદાન.” કોઈ આપે નહીં તો લેવું નહીં. ઈતરમાં એને અજાચક વ્રત કહે છે. કોઈ આપે નહીં તો, જોઈતું હોય તોયે ન લેવું. જરૂરત હોય તોયે ન લેવું. શાસ્ત્રમાં કથાનુયોગમાં એક કથા આવે છે. કે વિહાર કરવા જતાં મુનિઓને રસ્તામાં એક જળાશય આવે છે. તૃષા લાગી છે એટલે ગુરૂ પાસે જળ પીવાની આજ્ઞા માંગે છે. ગુરૂ કહે છે માલીકથી આપ્યા વગર ન પીવાય. કારણ કે ‘દાંત ખોતરવાની સળી, રસ્તામાં પડી હોય તો પણ આપ્યા વગર ન લેવાય એવી શાસ્ત્રમાં મુનિને આજ્ઞા આપી છે.’ સળી એટલે તણખલું. અને તે પણ ખાવા-પીવા માટે નહીં પણ ફક્ત દાંતમાં પેસેલી નડતર દૂર કરવા માટે. તો પણ ન લેવાય. આવું અદત્તદાનનું સ્વરૂપ છે. આ ત્રીજું ૬
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy