________________
(૭૪૮)
ગદરિસમુચ્ચય અવિનાશી છે. એવા ભાવનું આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાદિક બુધાએ તત્વનીતિથી ભાવવા યોગ્ય છે.
ઉપરમાં જે સૂર્ય–અદ્યોતનું દષ્ટાંત આપ્યું તેને અહીં સ્પષ્ટ કર્યું છે:-ખદ્યોત નામનું એક નાનકડું જીવડું, કે જેને આગીઓ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનું
જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ–અને વિનાશી હેય છે. કયાં સૂર્ય ? આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પોતે પણ બરાબર કયાં ખદ્યોત? દેખાતું નથી એ ક્ષણભર મંદમંદ ચમકારે કરે છે, અને પાછો
ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યનું તેજ ઘણું અને અવિનાશી હોય છે. તે એકસરખે ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,–જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ બરાબર પ્રકાશિત થાય છે, એ અસાધારણ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દીર્ઘકાળ સુધી તે તેજેનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેકપ્રસિદ્ધ દષ્ટાંત છે.
આ દૃષ્ટાંત ઉપરથી બુધજનેએ, પ્રાજ્ઞજનોએ, વિવેકી સજજનેએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા યોગ્ય છે-ભાવવા યોગ્ય છે. ભાવવિહોણી યંત્રવત જડપણે કરાતી દ્રવ્ય
ક્રિયા ખદ્યોત સમી હોઈ, તેનું તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવ સૂર્ય: દ્રવ્ય ભાવરૂપ તાવિક પક્ષપાત સૂર્ય સમે હેઈ, તેનું તેજ બહુ અને ક્રિયા ખદ્યોત અવિનાશી છે. દ્રવ્ય ક્રિયા આગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગ
તગે છે, ઝાંખું પ્રકાશ કરે છે, જેમાં પિતાને પોતાનું સ્વરૂપ પણ માતું નથી એ ક્ષણિક મંદ મંદ ચમકારો કરે છે, અને કયાંય વિલીન થઈ જાય છે, એને પત્તો મળતો નથી. પણ પ્રસ્તુત ભાવ તે સૂર્યની પેઠે એકસરખો અસાધારણ ઝળહળાટ કરે છે–ઝગઝગે છે, જેમાં પિતાનું આત્મસ્વરૂપ તે શું પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એ અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજેનિધિરૂપ ભાવ પ્રકાશ્યા કરે છે. આમ અનંત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજને ચમકારે કરતું આગીઆ જેવું જંતુનું જેટલું ઝાંખું લાગે છે તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અ૫ ને વિનાશી ચમકારા કરતું આખું દ્રવ્ય ક્રિયાચક્ર ઝાંખું લાગે છે, માટે તાત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રવ્ય ક્રિયા કંઈ ગણત્રીમાં નથી. ઈત્યાદિ અર્થ ભાવવા યોગ્ય છે.
જડપણે દ્રવ્ય ક્રિયા કરનારા મુગ્ધ લેકે એમ માને છે કે આ ક્રિયા કરતાં કરતાં આપણું કલ્યાણ થશે, પણ તે તેમની ભ્રાંતિ છે, કારણ કે શ્રી હરિભદ્રાચાર્યજીએ