________________
ઉપસંહાર : યમને સાર શમ, શમને સાર યમ
(૭૫) વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સંયમ–ચમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સંયમ–ચમ પામે છે.
અત્રે ઉપરમ-ઉમશમનો આ ઉપક્રમ જણાય છે - પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીઓ છૂટતી જાય છે. ચાવતુ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં સમાય છે.
વળી આ યમપાલન શમથી જ સાર છે–પ્રધાન છે. શમ ઉત્પન્ન થ એ જ આ યમપાલનને સાર છે. જેટલે અંશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઈ, સર્વત્ર સમભાવ આવ્ય, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવું કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેઈ પણ પ્રવૃત્તિનું-ક્રિયાનું કંઈ ને કંઈ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું ક્રિયાનું સારભૂત ફળ આ “શમ” જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવર્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે –
નાસ્તિ ૪/૪હ્ય તસુણે નૈવ સેવાકિસ્યા ચરકુમÈવ સપોર્ટીયાપાદિતી !” શ્રી પ્રશમરતિ.
विपक्षचिन्तारहितं यमपालनमेव यत् । तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ॥ २१७ ॥ વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે;
તે ધૈર્ય અહીં જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭ વૃત્તિ-વિપક્ષજિજ્ઞાહિત વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અર્થ છે, ચમપાદનમેવ ચત-જે યમપાલન જ વિશિષ્ટ ક્ષયપામવૃત્તિવડે કરીને, તા થૈર્ચમિ વિજ્ઞયમ-તે અહીં-યમમાં સ્થય જાણવું, અને આ તૃતીયો યમ ઇવ હિ-તૃતીય યમ જ છે, સ્થિર યમ છે, એમ અર્થ છે.