SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતનવમીમાંસા : ભવરેગક્ષયથી મુક્ત, સાર, કળશ કાવ્ય તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પૂર્વે ભવ્યાધિયુક્ત હોતે એમ નહિં, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયો છે. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારનો મેહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માને આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલ છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દોષ હળવાથી તેના અદોષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. તે આ પ્રકારે –તેના સ્વભાવને ઉપમ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યુગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અદોષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવને ઉપમ–કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુનઃ મૂળ સ્વભાવને વેગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દેષમુક્ત થાય, તેની જેમ આ ભવદોષયુક્ત આત્મા ભવદોષથી મુક્ત થયા. આમ મુક્ત મુખ્ય છે-ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે. અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ–પતાને ભાવ છે, અર્થાત તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ–સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ–મુક્ત ભાવ છે, અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત તે–વસ્તુસ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દેષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તો મોક્ષભાવને સંભવ થતું નથી, એ ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે. જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતનો અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્યએ ત્રણેમાંથી કેઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તે પણ મુખ્યવૃત્તિથી–તત્ત્વથી-પરમાર્થથી મુક્ત નથી, એમ મુક્તનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે -જેમ જેને વ્યાધિ ક્ષીણ થયો છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જ “ વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખરો ભવરગી હતા, તે જ તે ભવરગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે. ગદષ્ટિ કળશ કાવ્ય ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જે પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહવો જ મુક્તિ પ્રાપ્ત એહ છે; ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિ, વ્યાધિથી ન વ્યાધિત વળીય એમ છે નહિં. ૧૫૭
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy