________________
મુક્તતત્ત્વમીમાંસા : ભવ વ્યાધિ મુખ્ય પરમાથ સત, અનાદિ
(૬૩૯)
તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ-સદ્ભાવરૂપ છે જ, એટલે જ તેના વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાયા છે. વ્યાધિ એ રૂપક-કલ્પના-ઉપચાર ભલે હા, પણ ભવ' એ કાંઇ રૂપક— કલ્પના-ઉપચાર નથી. ભવ એ તા સત્ય હકીકત ( Absolute reality ) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય ' છતી' પ્રગટ વસ્તુ છે, તેને યથા પણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદ્ભાવે જ ઘટે છે, શૈાલે છે. જેમકે-વાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેનેા ઉપમારૂપે ઉપચારરૂપ× વ્યવહાર કરી શકાય છે; વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે સિ’હ-માત્રકને’-ખીલાડીને સિંહની ઉપમાનેા ઉપચાર કરાય છે, પુરુષ–સિ'હુના વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તે તેવા કેાઇ ઉપચાર વ્યવહાર બની શકત નહિં. દાખલા તરિકે–વધ્યાસુતનુ, કે આકાશપુષ્પનું, કે શશશૃંગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સાઁભવતા નથી.
આ ભવરાગ અનાદિ એવા વિચિત્ર કર્રરૂપ કારણથી ઉત્પન્ન થયેલા છે. કેાઈ પણુ કાર્યનું કંઇ ને કંઇ કારણ હાવું જ જોઇએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઇ ને કઈ કારણ હાવુ... જ જોઇએ. એટલે રાગ જેમ ચાક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરાગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્માંરૂપ કારણથી ઉત્પન્ન થયેલા છે. અને આ ક્રમ રૂપ નિદાન-કારણ અનાદિ છે. એટલે આ કમ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલું સલગ્ન છે, સચેાગ સંબંધથી ખોંધાયેલુ છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,– કનકપાષાણુમાં સેાનાના ને માટીના સંચાગ જેમ અનાદિ છે તેમ.
કનકાપલવત્ પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ;
અન્ય સંચાગી જિહાં લગી આતમા, સસારી કહેવાય. ’—શ્રી આનદઘનજી
“જડ ચેતન સત્યેાગ આ, ખાણ અનાદિ અનંત; કાઇ ન કર્યાં તેને, ભાખે જિત ભગવંત. ”—શ્રીમદ્ રાજચ`દ્રજી
ક–આત્માના આ સચાગ સંબધ જો અનાદિ ન માનીએ તે આમ વિરાધ આવે છેઃ—જો ક`ને પહેલું માનીએ તે આત્મા વિના કમ કર્યાં કાણું ? અને તે લાગ્યા કોને ? જો કેવલ શુદ્ધ આત્માને પહેલા માનીએ તા શુદ્ધ આત્માને ક લાગવાનું પ્રયેાજન શુ? અને લાગે છે એમ માનીએ, તે શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિ લાગે ? વળી મરઘી પહેલી કે ઇંડું પહેલું ? વૃક્ષ પહેલુ કે ખીજ પહેલુ? તેને
x" उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः ।
દષ્ટતતોઽવ્યય્: સર્વમિથમેવ ચસ્થિતમ્ ।।” શ્રી યાગિબિંદું, શ્લો, ૧૫